મોટા આસરાણા ગામે જુગારની બાજી માંડીને બેઠેલા ૫ બાજીગરો ઝડપાયા

71

એલસીબીની ટીમે જુગારના પટમાં પડેલ રોકડ-મોબાઈલ મળી કુલ રૂા.૧.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર એલસીબી ની ટીમે મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમ્યાન રોડપર સરાજાહેર તિનપત્તીના હારજીતના જુગારની બાજી માંડીને બેઠેલાં ૫ ખેલંદાઓને રોકડ-મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. સમગ્ર બનાવ અંગે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ગત રોજ એલસીબી ની ટીમ મહુવા તાલુકાના મોટા આસરાણા ગામે પેટ્રોલીંગ દરમ્યાન પહોંચી હતી જે દરમ્યાન ગામમાં આવેલ એક રોડપર સ્ટ્રીટલાઇટના અજવાળે ગોળ કુંડાળું વળી કેટલાક શખ્સો જુગાર રમતાં જણાતા પોલીસે રેડ કરી સ્થળપર તિનપત્તીનો પૈસા-પાનાં વડે હારજીતનો જુગાર રમતાં પાંચ શખ્સોની ધડપકડ કરી હતી જેમાં સુલેમાન ઉર્ફે કાળુ મુસા ગાહા રે.આસરાણા યોગેશ બાબુ ગોહિલ રે.પાલીતાણા મહાવીર હનુ ચુડાસમા નૌશાદ જુસબ લાખાણી અને રમેશ હરિલાલ મહેતા રે મહુવા વાળાને જુગારના પટમાં પડેલ રકડા રૂપિયા ૧,૩૨ ૭૫૦/- તથા ચાર મોબાઈલ મળી કુલ રૂ ૧,૫૭,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા એક્ટ મુજબ ગુનો મોટાખુંટવડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleઆજે કદમગીરી ગામે કમળાઈ માતાજીનાં મંદિરે પરંપરાગત કમળા હોળીની ઉજવણી કરાશે
Next articleહોળી-ધુળેટી પૂર્વે ધાણી, દાળીયા, ખજૂરનું ધુમ વેચાણ