ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

71

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ નિર્ણય કર્યો
ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 07 જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે.
આ ટ્રેનોની વિગતો આ મુજબ છે
1. ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા – વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માં વેરાવળથી 03.04.2022 થી 02.05.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 02.04.2022 થી 01.05.2022 સુધી એક વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે.
2. ટ્રેન નંબર 19252/19251 ઓખા – સોમનાથ એક્સપ્રેસ માં એક વધારાના થર્ડ એસી કોચ ઓખાથી 02.04.2022 થી 01.06.2022 સુધી અને સોમનાથથી 03.04.2022 થી 02.06.2022 સુધી લગાવવામાં આવશે.
3. ટ્રેન નંબર 19269/19270 પોરબંદર – મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ માં પોરબંદરથી એક વધારાના સ્લીપર કોચ ગુરુવાર અને શુક્રવારે 01.04.2022 થી 27.05.2022 સુધી અને મુઝફ્ફરપુરથી રવિવાર અને સોમવારે 04.04.2022 થી 30.05.2022 સુધી લગાવવામાં આવશે.
4. ટ્રેન નંબર 20937/20938 પોરબંદર – દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ માં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી મંગળવાર અને શનિવારે 02.04.2022 થી 31.05.2022 સુધી દિલ્હી સરાય રોહિલ્લા થી સોમવાર અને ગુરૂવારે 04.04.2022 થી 02.06.2022 સુધી લગાવવામાં આવશે.
5. ટ્રેન નં. 12972/12971 ભાવનગર-બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટમાં એક વધારાનો સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસથી 01.04.2022 થી 30.04.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 04.04.2022 થી 03.05.2022 સુધી દરરોજ લગાવવામાં આવશે.
6. ટ્રેન નં. 12941/12942 ભાવનગર – આસનસોલ – ભાવનગર સુપરફાસ્ટ માં એક વધારાના સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસથી દર મંગળવારે 05.04.2022 થી 31.05.2022 સુધી અને આસનસોલથી દર ગુરુવારે 07.04.2022 થી 02.06.2022 સુધી લગાવવામાં આવશે.
7. ટ્રેન નં. 22963/22964 ભાવનગર-બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટમાં એક વધારાના સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસથી દર રવિવારે 03.04.2022 થી 29.05.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી દર સોમવારે 04.04.2022 થી 30.05.2022 સુધી લગાવવામાં આવશે. તેમ વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધકના માશૂક અહમદએ જણાવ્યું હતું.

Previous articleમહુવા તાલુકાના નવી તરેડી ગામે તિક્ષ્ણ હથિયારો ના ઘા મારી યુવાનની હત્યા કરાઈ
Next articleપેપર લીક કાંડ : તપાસનો ધમધમાટ, સાંજ સુધીમાં નવો ઘટસ્ફોટ !