લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો વિચિત્ર માર્ગ અકસ્માત

360

જોત જોતામાં એકની પાછળ એક ચાલી રહેલા ચાર વાહનો ક્ષતિગ્રસ્ત ખડકલો
દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર એક વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં એક પછી એક ચાર ગાડીઓ આગળ પાછળ ટકરાતા વાહનો ક્ષતીગ્રસ્ત બનવા પામ્યા છે જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની બનવા પામી ના હતી ગાડીમાં સવાર ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા છે જોકે આ બનાવની જાણ લીમખેડા પી આઈ એમ ખ્ત ડામોર ને થતા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોચી કાર્યવાહીમાં જોતરાઈ છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લલાના લીમખેડા બાયપાસ દેગાવાડા ગામેથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર BSNL કોન્ટ્રાક બેચ પર લાગેલી GJ27X ૨૭ઠ ૦૬૮૫ નંબરની ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન બાયપાસ રોડ પર રોડ ક્રોસ કરવા જતા સમયે પાછળથી લાઈનમાં આવી રહેલી ય્ત્ન૨૩ઠ ૧૩૨૩ નંબરના આઇસર ચાલકે ઈકો ગાડીને ટક્કર મારી હતી ત્યારબાદ આઇસર ગાડીની પાછળ આવી રહેલા GJ23X ૭૮ UP ૦૭૭૯ નંબરના અશોક લેલંડ ટ્રકે આયસરને અડફેટે લીધી હતી એની પાછળ આવી રહેલી MH49 AS ૦૫૭૪ સ્કોર્પિયો ગાડી પાછળથી ટ્રકમાં ઘુસી ગઈ હતી.
આમ એકની પાછળ આવી રહેલા વાહનો વચ્ચે વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકોને ઓછી વત્તી ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ મામલાની જાણ લીમખેડા પી આઈ એમ જી ડામોર ને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ક્ષતીગ્રસ્ત થયેલા વાહનોને ક્રેન મારફતે ખસેડી વાહન વ્યવહાર પૂર્વત કર્યો હતો અને આ મામલે લીમખેડા પી આઈ એમ જી ડામોર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleસોનગઢ-પાલીતાણા હાઈવે પરથી બે બાઈક ચોરને ઝડપી લેતી પોલીસ
Next articleઢોર નિયત્રણ બિલનો વિરોધ નોંધાવી માલધારી સમાજે આપ્યું આવેદનપત્ર