હાર બાદ રિષભ પંતને વધુ એક ફટકો, લાખો રૂપિયાનો દંડ ભરવો પડશે

274

મુંબઇ,તા.૮
ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ વચ્ચે રમાઈ હતી, જે કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમે છ વિકેટે જીતી હતી. આ મેચ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને વધુ એક આંચકો લાગ્યો છે. આ મેચમાં ધીમી ઓવર રેટ માટે પંતને ૧૨ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.
આઈપીએલના નિવેદન અનુસાર, ’ધીમી ઓવર રેટ માટે દિલ્હી કેપિટલ્સ પર દંડ ફટકારવામાં આવ્યો છે.આઇપીએલ ૨૦૨૨ માં દિલ્હી કેપિટલ્સ દ્વારા આઇપીએલ આચાર સંહિતા હેઠળ આ પહેલો ગુનો છે, તેથી પંતને ૧૨ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.આ મેચમાં દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો આ સતત બીજો પરાજય છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્‌સે સતત ત્રીજી જીત નોંધાવી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સને ગુજરાત ટાઇટન્સે ૧૪ રને પરાજય આપ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્‌સ અને ગુજરાત ટાઇટન્સ માટે આ પ્રથમ આઇપીએલ સિઝન છે.

Previous articleઅનુપમાના સેટ પર રૂપાલીનું ધમાકેદાર બર્થ ડે સેલિબ્રેશન
Next article૮મી એપ્રિલ ૧૯૨૯, ભગતસિંહે અને બટુકેશ્વર દત્તે દિલ્હીની એસેમ્બલીમાં બૉમ્બ ફેકી બહેરી બ્રિટિશ સરકારને જગાડી (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )