ગુજરાતના મંદિરો હવે સૌર ઊર્જાના પ્રકાશથી ઝગમગશે

1553

ગુજરાત સરકાર તેના પ્રસિદ્ધ મંદિરોને હવે સૌર ઊર્જાથી ઝગમગાવશે. સરકારે અંબાજી, સોમનાથ, દ્વારકા તથા શ્યામળાજી અને બહુચરાજીના મંદિરોને સૌરઊર્જાના પ્રકાશની રોશન કરશે. શરૂઆતમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવામાં આવશે અને જો આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાતના કુલ ૨૦૦ જેટલા મંદિરોમાં સૌરઊર્જા આપવામાં આવશે. નોંધનીય છે કે આ તમામ મંદિરોમાં મહત્વના દિવસોમાં ખાસ લાઇટનિંગ પણ કરવામાં આવે છે. વળી પ્રતિમાહ આ મંદિરોના વિજળીના બિલ જ ૮૦ હજારથી ૨ લાખ રૂપિયા જેવા આવે છે. ત્યારે આવા મોટા બિલનો ભાર ઓછો કરવા માટે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડે ૫ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦૦ મંદિરોમાં સૌર ઊર્જાની પેનલ લગાડવાનું નક્કી કર્યું છે.

Previous articleઈનોવેટીવ આઈડિયાને સાકાર કરવામાં સરકાર મદદ કરશે : ભુપેન્દ્ર સિંહ ચુડાસમા
Next articleબિટકોઇન : નલિન કોટડિયાની અટકાયત માટે અંતે વોરંટ જારી