કું.વાડામાં ભંગારના ડેલામાં કચરો સળગ્યો, વિજયરાજનગરમાં પશુ ચારો બળીને ખાક

49

ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની બે ઘટનાઓ ઘટી હતી જેમાં એક બનાવમાં વેસ્ટ કચરો સળગી ગયો તો બીજા બનાવમાં પશુચારો સળગી જતાં માલધારીને આર્થિક નુકશાની વેઠતી પડી છે. આ બંને આગની ઘટના અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર રવિવારે બપોરે શહેરના કુંભારવાડા-નારી રોડપર મામાની દેરી પાસે ભંગારનો ડેલો ધરાવતા અબ્દુલ મજીદ આરબના ડેલામાં કચરાના ઢગલામાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગપર કાબૂ મેળવ્યો હતો. જયારે બીજા બનાવમાં ગત રાત્રે વિજયરાજનગર સ્થિત સુખસાગર સોસાયટીમાં પ્લોટ નં-૪૯માં રહેતા ઘનશ્યામ ગોવિંદભાઈ ડાંગર પશુપાલનનો વ્યવસાય ધરાવે છે આથી પશુ આહાર-ચારો સુકી કડબનો જથ્થો છાપરાં પર મુક્યો હોય જેમાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો સ્થળપર દોડી આવ્યો હતો અને લગાતાર એક કલાક પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાંખી હતી આ બનાવમાં પણ આગ લાગવાનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી પરંતુ આગના બંને બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

Previous articleમાઈધાર ગામે પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને મહાનુભાવો નાચ્યાં
Next articleનેહા શર્મા એકદમ સિઝલિંગ અંદાઝમાં જોવા મળી