વરસાદને કારણે ભયંકર ગરમીથી રાહત મળી : બેંગલુરુ દક્ષિણનાં નિચાણ વાળા વિસ્તાર કથરીગુપ્પે, બનશનકરી અને જેપી નગરમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા
બેંગ્લુરુ,તા.૧૫
કર્ણાટકનાં ઘણાં વિસ્તારમાં ભારે વરસાદ થયો. રાજધાની બેંગ્લુરુમાં લોકોએ વરસાદને કારણે ભયંકર ગરમીથી રાહત મળી. પણ શહેરનાં ઘણાં વિસ્તારમાં પાણી ભરાઇ ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરસાદ દરમિયાન કરંટ લાગવાથી એકનું મોત થઇ ગયું છે. શહેરનાં ઘણાં ભાગમાં ઝાડ પડી ગયા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન વરસાદની સંભાવના જતાવી છે. બેંગલુરુનાં નગર પાલિકા અને ફાયર બ્રિગેડનાં જવાનોએ ઇમરજન્સી અભિયાન શરૂ કરી દીધુ છે. મ્મ્સ્ઁ અનુસાર ભારે હવાને કારણે શહેરમાં ૧૨ ઝાડ નષ્ટ થઇ ગયા છે. ભારત હવામાન ખાતાએ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં મ્મ્સ્ઁએ તેમનાં સ્ટાફનેન એલર્ટ રહેવા સૂચના આપી છે. રસ્તા પર ટ્રાફિક જંક્શનો પર પાણી ભરાયાની સમસ્યાનો તુરંત જ નિકાલ કરવામાં આવે. મ્મ્સ્ઁનાં મુખ્યા ગૌરવ ગુપ્તાએ અધિકારીઓને કડક ચેતવણી આપી છે કે, જો લોકોની મદદ નથી કરવામાં આવતી તો જે તે અધિકારી વિરુદ્ધ કાયદેસરનાં કડક પગલાં લેવામાં આવશે. બેંગલુરુમાં રાત્રે લગભગ ૮ વાગ્યાથી ૧૦.૩૦ વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો હતો. આના કારણે બેંગ્લોર દક્ષિણના નીચાણવાળા વિસ્તારો, કથરીગુપ્પે, બનાશંકરી અને જેપી નગરના ઘણા સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે અનેક મોટા ગટર ભરાઈ ગયા છે. જેના કારણે રસ્તાઓ પર પાણી તેજ ગતિએ વહેવા લાગ્યું હતું. વીજ કરંટથી મૃત્યુ પામનાર વ્યક્તિ મંગમનપલ્લીનો રહેવાસી હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફળ વિક્રેતા વસંત ઇલેક્ટ્રિક પોલ પર લટકતા કટ વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટ લાગ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બેંગલુરુ ઈલેક્ટ્રિસિટી સપ્લાય કંપની વિરુદ્ધ ચંદ્રલયુત પોલીસ સ્ટેશનમાં બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, બેસ્કોમના કર્મચારીઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે કે ઘટના સમયે વિસ્તારમાં પાવર કટ હતો.










![rain]](https://www.loksansar.in/wp-content/uploads/2022/04/rain-1-696x464.jpg)








