કમોસમી વરસાદની આગાહી : મહુવાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બે દિવસ માટે સફેદ કાંદાની આવક બંધ કરવામાં આવી

77

બાકીની બીજી તમામ જણસીઓની આવક શરૂ રહેશે – સેક્રેટરી
સમગ્ર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભાવનગર સહિત આગામી તા. 20 એપ્રિલને બુધવાર તથા તા. 21 એપ્રિલને ગુરૂવાર એમ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહુવા દ્વારા ખેડૂતો પાસેથી બે દિવસ માટે સફેદ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.
મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તા. 20 અને 21 એમ બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો તથા એજન્ટો પાસેથી સફેદ કાંદાની આવક લેવાની બંધ કરવામાં આવી છે. હવે પછી સફેદ ડુંગળીની આવક તા. 22 એપ્રિલ અને શુક્રવાર રાત્રીના 8થી સવારના 8 સુધી લેવામાં આવશે. આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવાના સેક્રેટરી વી.પી.પાંચાણી એ જણાવ્યું હતું કે બે દિવસ કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતો તથા એજન્ટો પાસેથી સફેદ કાંદાની આવક બંધ કરવામાં આવી છે, બાકી બીજી તમામ જણસીઓની આવક શરૂ રહેશે.

Previous articleભાવનગરમાં બોઈલર તથા તેને આનુષંગિક સાવચેતીનાં પગલાં અંગે સેમીનારનું આયોજન કરાયું
Next articleજેમનુ નામ સાંભળતા જ ગુનેગારો ફફડી જાય છે એવા. PSI શૈલેન્દ્રસિંહ રાણાએ રાણપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા આસામાજીક તત્વો ભુગર્ભ માં..