જેમનુ નામ સાંભળતા જ ગુનેગારો ફફડી જાય છે એવા. PSI શૈલેન્દ્રસિંહ રાણાએ રાણપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા આસામાજીક તત્વો ભુગર્ભ માં..

493

રાણપુર શહેર સહીત તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની કડક હાથે કામગીરી કરાશે:PSI શૈલેન્દ્રસિંહ રાણા..
બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનના PSI તરીકે કડક અને બાહોશ અધિકારી તરીકે જાણીતા શૈલેન્દ્રસિંહ રાણા ને મુકવામાં આવ્યા છે.શૈલેન્દ્રસિંહ રાણા એ રાણપુર પોલીસ સ્ટેશનના PSI તરીકે ચાર્જ સંભાળતા અસામાજીક તત્વો ભુગર્ભ માં જતા રહ્યા છે.કાયદો અને વ્યવસ્થા સારી રીતે સંભાળતા અને ગુનેગારો ને કાયદા નું ભાન કરાવતા PSI શૈલેન્દ્રસિંહ રાણા એક બાહોશ અને નિષ્ઠાવાન કડક અધિકારી તરીકે જાણીતા છે.જેના નામ માત્રથી ગુનેગારો ફફડે છે એવા શૈલેન્દ્રસિંહ રાણા એ રાણપુર પોલીસ સ્ટેશનના PSI તરીકે ચાર્જ સંભાળતા જણાવ્યુ હતુ કે રાણપુર શહેર સહીત તાલુકામાં અસામાજીક તત્વો,અસામાજીક પ્રવૃતી,દારૂ,જુગાર,વ્યાજખોરો,સ્કુલ આસપાસ રોમીયોગીરી,ગેરકાયદેસર પ્રવૃતી તેમજ રાણપુર શહેરમાં 24 કલાક સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ રાણપુર શહેરમાં જાહેર રોડ ઉપરના દબાણો,શહેરની મુખ્ય બજાર અને જાહેર માર્ગો ઉપર ફુટ પેટ્રોલિંગ તેમજ જાહેર માર્ગો ઉપર વારંવાર થતી ટ્રાફીક સમસ્યા,આડેધડ રોડ ઉપર વાહનો પાર્ક કરતા લોકો સામે લાલ આંખ કરી કડક હાથે કામગીરી કરવામાં આવશે.રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં લોકોને શાંતી અને સલામતી માટે પોલીસ સતત સજાગ રહી કાયદો અને વ્યવસ્થા નો કડક પણે અમલ કરવામાં આવશે.કોઈપણ ની શેહ શરમ રાખ્યા વગર રાણપુર તાલુકામાં પ્રજાના હીત માટે પોલીસ કામગીરી કરશે.જ્યારે રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાની જનતા પણ નવા આવેલા PSI કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી કરાવે તેવી આશા રાખી રહ્યા છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleકમોસમી વરસાદની આગાહી : મહુવાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બે દિવસ માટે સફેદ કાંદાની આવક બંધ કરવામાં આવી
Next articleસાડા ત્રણ વર્ષ પુર્વે ભાવનગર શહેરના પીલગાર્ડનની નજીક થયેલી યુવાનની હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ