કર્ણાટકના રાજ્યપાલ દ્વારા કોંગ્રેસ ગઠબંધનની બહુમતી હોવા છતા ભાજપ તરફી નિર્ણય કરી બંધારણીય જોગવાઈનો અનાદર કરીને ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપીને કોંગ્રેસને સત્તાથી વંચીત રાખવાનું કાવતરૂ કરવા બદલ કર્ણાટકના રાજ્યપાલના વિરોધમાં ધંધુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ધારાસભ્ય, પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ, પ્રમુખ તાલુકા પંચાયત, પ્રદેશ ડેલીગેટ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, મહિલા કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ સમિતિ, બક્ષીપંચ મોરચો, આઈ.ટી. સેલ, લઘુમતી સેલ, એસસી સેલ, સેવાદળ, એનએસયુઆઈ, એસ.ટી. સેલ, કિશાન મોરચાના તમામ હોદ્દેદારો, કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.



















