શહેરમાં આવેલ બે દુકાનમાં તસ્કરોએ કસબ અજમાવ્યો

1123

ગતરાત્રિના સમયે ભાવનગર શહેર મધ્યે આવેલ એમ.જી. રોડ તથા મહેતા શેરીમાં આવેલ બે દુકાનોના તાળા તોડી અજાણ્યા શખ્સો અડધા લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સમગ્ર બનાવ અંગે સી ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના એમ.જી. રોડ Âસ્થત મહેતા શેરીમાં આવેલ કે.મોલ તથા આ જ શેરીમાં આવેલ સાંઈ બ્યુટી નામની દુકાનોના ગત મોડીરાત્રિએ અજાણ્યા શખ્સોએ તાળા તોડી દુકાનમાં પ્રવેશી કાઉન્ટરમાં રાખેલ રોકડ રકમ તથા અન્ય સામાન મળી કુલ રૂ.૪૬,પ૦૦ની રકમના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટ્યા હતા. આ અંગે દુકાનદારોએ સી ડીવી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Previous articleયુવતિને ભગાડી જવા મુદ્દે યુવાનની હત્યા
Next articleDHFL એનસીડી ઇશ્યૂ ૨૨ મેનાં રોજ ખુલશે