વિસ્તારની અંદરના ભાગોના રસ્તાઓની ભંગાર હાલત જેવી દેખાતી ખખડધજ સ્થિતી

1038

ભાવનગર શહેરના શહેરી વિસ્તારોને લગતા રોડ રસ્તાઓ રીપેર થઈ રહ્યા છે પરંતુ રસ્તાઓની બંન્ને બાજુની ફુટપાથોના લેવલો બરાબર ન થતા રસ્તા રીપેર થયાની રોનક જોવા મળતી નથી, શહેરના જે રોડ રસ્તાના કામો થાય છે, તે રસ્તાના કામો દેખાવમાં આવતા નથી અન્ય શહેરોના રસ્તાઓની ડિઝાઈનો અને તેની ફુટપાથો જે રીતે બને છે, તેવી રીતે ભાવનગરના રોડ રસ્તાઓ ન બનતા રોડ રસ્તાની નગરની જનતાની કાયમી ફરીયાદો ઉભી રહે છે.

સરકાર રોડ રસ્તાઓ માટે સેવા સદનને વિવિધ યોજનાઓ તળે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે પરંતુ મહાનગર સેવા સદન દ્વારા થતા રોડ રસ્તાઓ પ્લાનિગ અને આયોજન વગર આડેધડ થતા રસ્તે જતા લોકો ભાવનગરના રસ્તાઓ જોઈને ઘણી વખત ટીકાઓ કરતા જોવા મળે છે. રસ્તા એવી રીતે થાય છે કે, તે રસ્તાની ફુટપાથના ઠેકાણા હોતા નથી અને જુની ફુટપાથો જેમની તેમ રહે છે અને રસ્તા થઈ જાય છે આના કારણે રોડ રસ્તાની રોનક દેખાતી નથી, મોટા ભાગે ફુટપાથો ભંગાર ખાડા ટેકરાવાળી જયા ધુડના ઢંગ પણ હોય છે એટલે તો હવે ભાવનગરમાં વધુ એક કહેવત ઉમેરાય છે કે, ભાવનગરના રસ્તઓ ધુડીયા હોય છે, પરિણામે રોડના કામો દેખાતા નથી.

આવી સ્થિતી આખા શહેરના જાહેર રોડની છે, ઘણી જગ્યાએ રસ્તા કરતા ફુટપાથો મોટી હોય છે. બીજી બાજુ નગરસેવકો અને પદાધિકારીઓ આવી વિગતો જાણતા હોવા છતા મુંગા બનીને આ જોયા કરે છે. પદાધિકારીઓ અને સેવકોને વધુ રસ્તા પેવીંગ બ્લોકના રસ્તા, બાકડા, પીંજરામાં જ રસ હોય તે માટે મોટા ભાગે તંત્રને આવા જ પત્રોનો ધોધ જોવા મળે છે, સેવા સદન દ્વારા શહેરના વોર્ડના અંદરના ભાગોના રસ્તાઓ પર લોકો ચાલી ન શકે તેવી સ્થિતી હોવા છતા રીપેર થતા નથી ઘણા બધા અંદરના રસ્તાઓ ભંગાર જેવી સ્થિતીમાં હોય છે, પણ સેવકો રસ્તાઓની ચિંતા કરતા નથી અને બાકડા, પીંજરા પાછળ પત્રો લખીને સારા કામને પ્રોત્સાહન દેતા નથી આવી ફરીયાદો લતાઓમાંથી પણ ઉભી રહે છે, સેવકો અંદરના રસ્તાઓ માટે પણ ચિંતા કરે તેવી લોક માંગ ઉઠી છે.

Previous articleનારી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની મોંઘી બોટલો સાથે શખ્સ ઝડપાયો
Next articleજ્વેલર્સ સર્કલ પાસેથી દેશી દારૂની હેરફેર કરતો અધેવાડાનો શખ્સ જબ્બે