શહેનાઝે બાળકોમાં આઈસ્ક્રીમ વહેંચ્યો અને લોકોને હસાવ્યા

351

મુંબઈ, તા.૨૨
શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાની ઈચ્છા ખરા અર્થમાં પૂરી કરી રહી છે. સિદ્ધાર્થ ઈચ્છતો હતો કે શહેનાઝ હંમેશા હસતી રહે. સિદ્ધાર્થના નિધન બાદ દુઃખમાં ડૂબી ગયેલી શહેનાઝ ગિલ ફરીથી પોતાના જૂના અંદાજમાં પાછી આવી રહી છે. હસતી-રમતી, ગાતી અને મજાક-મસ્તી કરતી શહેનાઝનો એ જ અંદાજ ફરી જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ શહેનાઝ પોતાના વતન પંજાબ ગઈ હતી. જ્યાં તેણે પોતાનું સેલિબ્રિટી સ્ટેટસ છોડીને સાદગીભર્યા દિવસો વિતાવ્યા હતા. ક્યારેક ’આઈસ્ક્રીવાળા’ બનીને તેણે બાળકોને આઈસ્ક્રીમ ખવડાવ્યો તો કદી ગામની મહિલાઓ સાથે ગિદ્દા કરીને તેમનું દિલ જીતી લીધું. સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ સોશિયલ મીડિયાથી દૂર થઈ ગયેલી શહેનાઝ હવે પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા લાગી છે. તે અવારનવાર પોતાની યૂટ્યૂબ ચેનલ પર વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે નવા વિડીયોમાં પોતાના વતન પંજાબની ઝલક દેખાડી છે. વિડીયોમાં શહેનાઝ ક્યારેક આઈસ્ક્રીમવાળી બનીને બાળકોને આઈસ્ક્રીમ ખવડાવતી જોવા મળે છે. તેણે બાળકો સાથે સાઈકલ પણ ચલાવી હતી. જે બાદ શહેનાઝ ઘરે ગઈ હતી જ્યાં તેણે વૃદ્ધ મહિલાઓ સાથે ગિદ્દા કર્યા હતા. આ દરમિયાન તે ખૂબ ખુશ દેખાઈ રહી હતી. વિડીયોમાં તેની વાતો ભલે ના સંભળાતી હોય પરંતુ વિડીયો જોતાં તો એવું લાગી રહ્યું છે કે તે સૌને હસાવી રહી છે. હાલ તો શહેનાઝ પંજાબથી પાછી આવી ગઈ છે અને થોડા દિવસ પહેલા જ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી. એ સમયે તેણે સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે મુલાકાત કરી હતી.
મીડિયા રિપોર્ટનું માનીએ તો, આખી પાર્ટી દરમિયાન સલમાન શહેનાઝની વિશેષ કાળજી લેતો જોવા મળ્યો હતો. ’પંજાબી કુડી’એ અહીં પણ પોતાનો જાદુ પાથર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેનાઝ ગિલ ’પંજાબની કેટરિના કૈફ’ બનીને ’બિગ બોસ ૧૩’ના ઘરમાં આવી હતી. શોમાં સિદ્ધાર્થ શુક્લા સાથેનું તેનું બોન્ડિંગ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. સિદ્ધાર્થ અને શહેનાઝની મિત્રતા શો પૂરો થયા પછી પણ જળવાઈ રહી હતી. બંને એકબીજાના પરિવારનો અમૂલ્ય ભાગ બની ગયા હતા. તેઓ મ્યૂઝિક વિડીયોમાં પણ સાથે જોવા મળ્યા હતા. જોકે, ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. સિદ્ધાર્થના અવસાનથી શહેનાઝ સાવ ભાંગી પડી હતી.

Previous articleદાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત સ્ટાફની સરાહનીય કામગીરી
Next articleધોનીએ મુંબઈ સામે અંતિમ ઓવરમાં બાજી પલટી