ગુજરાતમાં શ્વાન, ગાયો અને ભેંસોમાં જોવા મળ્યો કોરોના

42

બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર-કામધેનુ યુનિ.ના સંશોધકોએ મળીને પ્રાણીઓમાં કોરોનાના સંદર્ભમાં અભ્યાસ હાથ ધર્યો
અમદાવાદ,તા.૨૫
માર્ચ ૨૦૨૦માં જ્યારે કોરોનાના પ્રથમ બે કેસ સામે આવ્યા ત્યારથી ગુજરાતમાં આ વાયરસે હાહાકાર મચાવી દીધો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર ગુજરાતમાં આ મહામારીને કારણે ૧૧,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ૧૨ લાખથી વધારે લોકો આનાથી સંક્રમિત થયા હતા. તેમાં પણ કોરોનાની બીજી લહેર વખતે રાજ્યભરમાં લોકોએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો. પરંતુ અત્યારે પ્રશ્ન એ છે કે શું આ વાયરસ પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે? તાજેતરમાં જ ગુજરાતમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, શ્વાન, ગાય અને ભેંસમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. જો કે અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, એ વાતનો કોઈ પૂરાવો નથી મળી શક્યો કે કોરોના સંક્રમિત પ્રાણી કેરિયર બની શકે, એટલે કે તેમના કારણે માણસોમાં સંક્રમણ ફેલાય. એવુ જાણવા મળ્યું કે, શક્ય છે કે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાને કારણે આ પ્રાણીઓ પણ સંક્રમિત થયા હોઈ શકે. ઉલ્લેખનીય છે કે કામધેનુ યુનિવર્સિટીના અરુણ પટેલ તેમજ અન્ય લોકો, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડિનેશ કુમાર અને અન્ય સાથીઓ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસની પ્રિ-પ્રિન્ટ તાજેતરમાં જ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અભ્યાસનું મથાળું છે- જીેદૃિીૈઙ્મઙ્મટ્ઠહષ્ઠી ટ્ઠહઙ્ઘ ર્દ્બઙ્મીષ્ઠેઙ્મટ્ઠિ ષ્ઠરટ્ઠટ્ઠિષ્ઠીંિૈડટ્ઠર્ૈંહર્ ક જીછઇજી-ર્ઝ્રફ-૨ ૈહકીષ્ઠર્ૈંહ ૈહ ર્હહ-રેદ્બટ્ઠહ ર્રજંજ ૈહ ય્ેદ્ઘટ્ઠટ્ઠિં, ૈંહઙ્ઘૈટ્ઠ. સંશોધન કરવા માટે ૪૧૩ પ્રાણીઓના રેક્ટર સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૧૯૫ શ્વાન, ૬૪ ગાયો, ૪૨ ઘોડા, ૪૧ બકરીઓ, ૩૯ ભેંસ, ૧૯ ઘેટા, ૬ બિલાડીઓ, ૬ ઊંટ અને ૧ વાંદરો સામેલ હતા. આ નમૂના અમદાવાદ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણાથી એકઠા કરવામાં આવ્યા હતા. માર્ચ, ૨૦૨૨માં અંતિમ નમૂનો મેળવવામાં આવ્યો હતો. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, તમામ નમૂનાઓમાંથી ૨૪ ટકા એટલે કે ૯૫ પ્રાણીઓ સંક્રમિત જોવા મળ્યા હતા, જેમાં ૬૭ શ્વાન, ૧૫ ગાયો અને ૧૩ ભેંસો છે. રેક્ટલ સેમ્પલની સરખામણીમાં નાકમાંથી લેવામાં આવેલા સેમ્પલનું પરિણામ પ્રમાણમાં વધારે સારુ હતું. એક કોરોના પોઝિટિવ શ્વાનના સેમ્પલનું સિક્વન્સિંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તે ડેલ્ટા વેરિયન્ટ(મ્.૧.૬૧૭.૨)નો શિકાર હતો. એક સંશોધકે જણાવ્યું કે, અમારી જાણકારી છે ત્યાં સુધી ભારતમાં આ પ્રથમ એવો અભ્યાસ છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે દૂધાળા પ્રાણીઓ પણ કોરોનાના શિકાર બન્યા છે. આ પહેલા એક અભ્યાસમાં સામે આવ્યુ હતું કે પાલતુ બિલાડી, સિંહ, મિંક(એક પ્રકારનું ઉંદર) વગેરે જેવા પ્રાણીઓમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. આ પહેલા વિદેશોમાં કરવામાં આવેલા અભ્યાસોની સરખામણીમાં આ અભ્યાસમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે કારણે ડેલ્ટા વેરિયન્ટ અન્ય વેરિયન્સની સરખામણીમાં વધારે સંક્રામક હોય છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, અમારા અભ્યાસના ભાગ રુપે અમે માણસો અને પ્રાણીઓ વચ્ચેનું ટ્રાન્સમિશન ચકાસવા માંગતા હતા. કોરોનાની બીજી લહેર દરમિયાન પ્રાણોઓમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી હતી. આ પરથી કહી શકાય કે, પોઝિટિવ પ્રાણીઓને માણસોના માધ્યમથી ચેપ લાગ્યો હોઈ શકે. પરંતુ જે પ્રાણીઓનો અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો તેમના દ્વાદા રિવર્સ ટ્રાન્સમિશન થયું હોય તેના પુરાવા નથી મળ્યા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન દ્વારા આ અભ્યાસ માટે ફંડ આપવામાં આવ્‌ હતું.

Previous articleદેશમાં એક સપ્તાહમાં જ કોરોનાના કેસ બમણા થતા ચિંતા વધી
Next articleમોદી બુધવારે મુખ્યમંત્રીઓ સાથે કોરોના મુદ્દે ચર્ચા કરશે