બોટાદમાં 114 વિદ્યાસહાયકોને પાંચ વર્ષ પૂરા થતાં પૂર્ણ વેતનના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો

54

બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન
તાજેતરમાં બોટાદ જિલ્લા શિક્ષણ સમિતિ અને નગરપાલિકા શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં ફરજ બજાવતાં 2017માં વિદ્યાસહાયકોના નોકરી દરમિયાન પાંચ વર્ષ પૂર્ણ થતા પૂરા પગારના ઓર્ડર આપવા માટેનો કાર્યક્રમ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. 114 વિદ્યાસહાયકોને પૂર્ણ વેતનના ઓર્ડર વિતરણ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બોટાદ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા, ડી.પી.ઈ.ઓ ધારા પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દયાબેન અણીયાળીયાએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન નિયમિત પગારધોરણમાં સમાવાયેલા શિક્ષકોને અભિનંદન આપવાની સાથે છેવાડાના ગામમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી બાળ ઉદ્ધારની કામગીરીને બિરદાવી હતી. તેમજ આગામી સમયમાં શિક્ષકોના તમામ વહીવટી કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી.
બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધારા પટેલે તમામ શિક્ષકોને ચાલુ માસના પગારે જ પુરો પગાર આપવાની જાહેરાત પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.ડી.મોરી તથા બોટાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ મકવાણાએ તથા સમગ્ર જિલ્લા શિક્ષણ ટીમે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગરના જય માળનાથ ગ્રુપે પક્ષીઓ માટે 400 પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું
Next articleગોહિલવાડ પંથકમાં ત્રણ થી વધુ ચોમાસા શ્રીકાર રહેવા છતાં ઉનાળાના આરંભે તળ ડુક્યા