સર ટી.માં ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવવાથી મહિલાના મોતના બનાવમાં પગલા ભરવા માંગ

55

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ગત તા.૬ મેના સવારના સમયે ગીતાબેન હસમુખભાઇ સોલંકી (રે.ગારિયાધાર-નાનીવાવડી)નું સારવાર દરમિયાન મોત નિપજેલ. આ બનાવમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રસુતિ માટે દાખલ કરાયેલ ગીતાબેનને લોહી ચડાવવાની જરૂર પડતા બ્લડ ગ્રુપ બી-નેગેટીવ હોવા છતાં તબીબોએ ઓ-નેગેટીવ બ્લડ ચડાવી દઇ ગુનાહિત બેદરકારી દાખવી હતી. આ બનાવમાં સંબંધિતો સામે સત્વરે પગલા ભરવા ભોગગ્રસ્તના પરિવારજનોએ આજે કલેક્ટરને આવેદન પાઠવી માંગ કરી હતી.