સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજરોજ રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામના તળાવ ઉંડુ કરવાની કામગીરી સ્થળ પર જઇની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જળ અભિયાન અંતર્ગત કલોલ તાલુકાના પાનસર ગામનું રેલ્વે ફાટકની પાછળ આવેલા ડેપો તળાવનું ઉંડુ કરવાની કામગીરી ચાલું છે. આજે સાંજના સુમારે રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે તળાવની ઉંડુ કરવાની કામગીરીનું સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું હતું. જરૂર જણાય ત્યાં જરૂરી સૂચનો કર્યા હતા.
નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલને મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ તળાવમાં પહેલા અંદાજે ૧ કરોડ લિટર જેટલું પાણીનો સંગ્રહ થઇ શક્તું હતું. તળાવમાં ૨૦ હજાર કયુબીક મીટર ખોદકામ કરવાથી તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થયો છે. હવે, તળાવમાં ૩ કરોડ લિટર પાણી સંગ્રહ કરી શકાશે. જેનાની પાનસર ગામની ડેપો તળાવ નજીકની અંદાજે ૧૦૦ વીધા જમીનને તળાવના પાણીનો લાભ મળશે. તળાવ ઉંડુ કરવાની કામગીરી ૧૫ દિવસમાં પૂર્ણ થશે. તેમજ આ કામગીરી પાછળ અંદાજીત રૂ. ૬ લાખનો ખર્ચ થશે.
પાનસર ગામની તળાવની મુલાકાત દરમ્યાન નાયબ મુખ્ય મંત્રી સાથે ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ નૈલેશભાઇ શાહ, ગામના મહિલા સરપંચ નર્મદાબેન પટેલ, ગ્રામ પંચાયતના સદસ્યો, કલોલ પ્રાંત અધિકારી હર્ષ યાદવ, કલોલ માલતદાર વી.આર.પટેલ સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.