ભાવનગર જિલ્લાના મહુવા સર્કિટ હાઉસ ખાતે ઢગલા બંધ બિયરના ખાલી ટીન જોવા મળ્યા

54

સર્કિટ હાઉસના ડેપ્યુટી એન્જિનિયરે વીડિયો ફેક હોવાનું જણાવ્યું
ભાવનગર જિલ્લાના મહુવા સર્કિટ હાઉસ ખાતે ખાલી બિયરના ટીન પડ્યા હોય તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જોકે, મહુવા સર્કિટ હાઉસના મેઈન બિલ્ડીંગ દૂર છે.

ગુજરાતમાં દારૂ બંધી હોવાના ખુદ સરકારી સર્કિટ હાઉસમાં લીરેલીરા ઉડી રહ્યા હોય તેમ આ વીડિયો દ્વારા જોવા મળી રહ્યું છે. મહુવા સર્કિટ હાઉસમાં ઢગલા બંધ ખાલી બિયરના ટીન પડ્યા હોવાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું. સર્કિટ હાઉસની અંદર પાછળના ભાગે સ્ટોરેજ રૂમમાં 10 થી 15 જેટલા ખાલી બિયર ટીનનો ઢગલો હતો, જ્યાં દેશભરમાંથી સરકારી બાબુઓ રોકાણ કરતા હોય છે ત્યાં બિયરના ખાલી ટીન મળી આવ્યા છે. સરકારી વિશ્રાંતિ ગૃહમાં પ્રતિબંધિત ખાલી બિયર ટીનનો ઢગલો થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે મહુવા સર્કિટ હાઉસના ડેપ્યુટી એન્જિનિયર પ્રાપ્તિ રાઠોડે જણાવ્યું હતું કે, આ વીડિયો આજ સવારનો જ હોય તેમ લાગી રહ્યું છે પણ આ વીડિયો ફેક છે. વધુમાં જણાવ્યું હતું કે, અમે જ્યારે તે જગ્યાએ તપાસ કરવા ગયા ત્યારે કોઈ જ ટીન જોવા મળ્યા હતા નહીં, આજ સર્કિટ હાઉસમાં 4 રૂમમાં વિધાનસભામાંથી રોકાણ કરવા આવ્યા છે અને 1 રૂમમાં નગરપાલિકામાંથી રોકાયા છે, પણ આ સર્કિટ હાઉસના મેઈન બિલ્ડીંગથી દુર છે અને પબ્લિકની અવરજવર હોય છે.

Previous articleભાવનગરના મજૂર મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી બગદાણા સુધી યાત્રા યોજાઈ, 200થી વધુ યાત્રિકો જોડાયા
Next articleશક્તિ સ્થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો