તાંતણીયા ખાતે વરરાજા JCB માં સવાર થઈ જાન લઈને પહોંચ્યા

49

કોઈ હેલિકોપ્ટરમાં કોઈ મોંઘીદાટ કારમાં તો કોઈ બળદગાડામાં જાન લઈને આવતા હોય છે, પરંતુ અહીં તો વરરાજા જેસીબીમાં જાન લઈને આવ્યા
સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગની સિઝન પુર બહારમાં ખીલી છે, ત્યારે પ્રસંગોની યાદગીરી માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે અમુક લોકો પોતાની લગ્નની જાન, હેલિકોપ્ટર, મોંઘીડાટ કારો, તેમજ હાથી ઘોડા પર સવાર થઈ જતા હોય છે.ભાવનગર જિલ્લાના જેસર તાલુકના તાંતણીયા ગામે વરરાજા ની જાન JCB માંવાજતેગાજતે આવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ પ્રચલિત બન્યો છે,

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણીયા ગામ ખાતે દાઉદભાઈ અલીભાઈ ઓઢેજાના દીકરા વરરાજા નજીરભાઈ ઓઢેજા એ પોતાની જાન JCBમાં વાગતે ગાજતે ધામધૂમથી પોતાના સાસરિયે પોહચ્યા હતા, જેને જોઈ આજુબાજુ ના ગ્રામજનોમાં તેમજ લગ્નમાં પધારેલા મહેમાનો માં કુતુહુલ માહોલ સર્જાયો હતો.
લગ્ન પ્રસંગ યાદગાર બનાવવા લોકો અવનવું કરતા હોય છે જેમાં લોકો હેલિકોપ્ટર, મોંઘીદાટ કાર, ટ્રેક્ટરો, બળદગાડા, ઘોડાગાડી, ઉંટ ગાડીઓમાં પોતાની જાન જોડાવતા હોય છે.

Previous articleએક માસ પૂર્વે છોકરી ભગાડી જવાના બનાવમાં ઘોઘારોડના શાહરૂખને લમધાર્યો
Next articleજૂનાગઢ યુની.નાં કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીની વ્હાલી દીકરી રુદ્રિનો આજે જન્મદિવસ