ગારીયાધાર નજીક અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું થયું મોત

76

સુખપર નજીક રાત્રે વૃક્ષ સાથે બાઈકનો અકસ્માત સર્જાયો
ગારીયાધાર તાલુકાના મોટી વાવડી નજીક વૃક્ષ ના થડ સાથે બાઇકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવારમાં દમ તોડ્યો હતો. મોટીવાવડીથી સુખપર જતા રોડ પર વૃક્ષની સાથે ગત મોડી રાત્રે દિપકભાઈ ભરતભાઇ બારૈયાનું બાઇક અથડાતા ગંભીર ઇજાઓ સાથે પ્રથમ ગારીયાધાર અને બાદમાં ભાવનગર સારવાર માટે રીફર કરાયેલ પરંતુ ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં ૨૭ વર્ષીય યુવાનનું અકાળે અવસાન થતાં પરિવારજનોમ ગમગીની છવાઈ ગઈ છે.

Previous articleઢોરના ડબ્બા પેક, ઢોર તો રસ્તા પર જ રહેશે !
Next articleવિકટોરીયાની દિવાલે રેલ્વે કર્મચારીનો મૃતદેહ લટકતો મળ્યો : શંકાસ્પદ બનાવ