જસપ્રીત બુમરાહ ટી૨૦ ક્રિકેટમાં ૨૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો

83

મુંબઈ, તા.૧૮
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી છેલ્લાં થોડા દિવસોથી સોશિયલ મીડિયા પરથી ગાયબ હતી. ત્યારે હવે શિલ્પા શેટ્ટી એક નવા જ લૂકમાં જોવા મળી રહી છે. ત્યારે શિલ્પા શેટ્ટીએ અપકમિંગ ફિલ્મ ’નિકમ્મા’નું ટીઝર શેર કર્યું છે. જેમાં શિલ્પા શેટ્ટી એક સુપર વુમનના લૂકમાં જોવા મળી રહી છે. જેનું ટ્રેલર ૧૭ મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીના પાત્રનું નામ અવની છે જે એક્શન અને રોમાન્સ કરતી જોવા મળશે. સબ્બીર ખાન ડિરેક્ટેડ આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી ફરી એકવખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. અગાઉ શિલ્પા શેટ્ટી ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ’હંગામા ૨’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી સહિત એક્ટર અભિમન્યુ દાસાણી લીડ રોલમાં જોવા મળશે. આજકાલ શિલ્પા શેટ્ટી ડિરેક્ટર રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ’ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું ગોવામાં શૂટિંગ કરી રહી છે. વર્ષ ૨૦૦૭માં હોલિવુડ એક્ટર રિચર્ડ ગેર અને શિલ્પા શેટ્ટીની કિસિંગ કોન્ટ્રોવર્સીએ ખૂબ ચર્ચા જગાવી હતી. એડ્‌સ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેર હાજર રહ્યા હતા. આ દરમિયાન રિચર્ડે જબરદસ્તીથી શિલ્પાને કિસ કરી લીધી હતી. બાદમાં દેશભરમાં એક્ટ્રેસ સામે વિરોધ પ્રદર્શન થયા હતા. જો કે, શિલ્પા શેટ્ટીએ તે સમયે એમ કહ્યું હતું કે, આ બધું એટલું ઝડપથી થયું કે તેને રિએક્ટ કરવાનો સમય જ ન મળ્યો. ૨૦૦૩માં જ્યારે શિલ્પા શેટ્ટીનું કરિયર નાજુક મોડ પર હતું ત્યારે તે સમયે સમાચાર આવ્યા હતા કે શિલ્પા શેટ્ટીના પરિવારનું અંડરવર્લ્‌ડ સાથે કનેક્શન છે. તે સમયે શિલ્પા પર ઘણા ગંભીર આરોપ લાગ્યા હતા, જે તેના પરિવારે ફગાવી દીધા હતા. શિલ્પા શેટ્ટીના પરિવારે પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી અને કહ્યું હતું કે આ બધું શિલ્પા શેટ્ટીની છબી ખરાબ કરવાનું કોઈનું કાવતરું છે. શિલ્પા શેટ્ટી આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સની કો-ઓનર હતી. તેનો પતિ રાજ કુંદ્રા લાંબા સમયથી સટ્ટાબાજી અને ફિક્સિંગ માટે એજન્સીઓની શંકાથી ઘેરાયેલો હતો. આ મામલે તે દોષી જાહેર થયો અને તેની ક્રિકેટ સાથે જોડાયેલી ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો. આટલું જ નહીં, આ ચક્કરમાં ટીમ રાજસ્થાન રોયલ્સે પણ બે વર્ષ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો. શિલ્પા શેટ્ટી પહેલા ૨૦૦૩માં રાજ કુંદ્રાએ કવિતા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પા જ્યારે રાજના જીવનમાં પ્રવેશી ત્યારે કવિતા સાથે તેના ડિવોર્સની પ્રક્રિયા ચાલી રહી હતી. જો કે, કવિતાએ તેવો આરોપ લગાવ્યો હતો કે, શિલ્પા શેટ્ટીએ તેનું ઘર તોડ્યું છે. જો કે, હાલમાં એક્ટ્રેસના બર્થ ડે બાદ રાજ કુંદ્રાએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ’શિલ્પા શેટ્ટીનો કોઈ વાંક નથી. હકીકત અલગ છે. કવિતાનું મારી બહેનના પતિ સાથે અફેર ચાલતું હતું.