‘ભાઈ’નો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવા કોળી સમાજમાં ઉત્સાહ : આયોજન અંગે બેઠક મળી

60

ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુરસોત્તમભાઈ સોલંકીના જન્મ દિવસની ઉજવણી કરવા કોળી સમાજમાં ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે તળાજા ખાતે ભાઈના જન્મોત્સવની ઉજવણી રખાઇ છે તેના આયોજન માટે આજે દિવ્યેશ સોલંકીની આગેવાનીમાં બેઠક મળી હતી. આગામી તારીખ ૨૩ મેંના રોજ પરસોત્તમભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે થનાર ઉજવણી અંગે કોળી સમાજના આગેવાનો ની સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ આ મિટિંગમાં ભાવનગર શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના લોકો મોટી સંખ્યમાં જોડાઇ તેવો અનુરોધ કરવામાં આવ્યો અને તળાજા ખાતે કરાયેલા આયોજન અંગે કોળી સેનાએ ના અધ્યક્ષ દિવ્યેશ સોલંકી દ્વારા માહિતી આપવામાં આવી અને આ બેઠકમાં ભાવનગર શહેરના કોળી સમાજના આગેવાનો ભુપત બારૈયા ,મનાલાલ સોલંકી , નરેન્દ્રભાઈ ચાવડા ,અને રાજુભાઇ બાંભણીયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.