રૂા.૯૪ લાખના દારૂના ગુનાનો ફરાર આરોપી કુતિયાણાથી ઝબ્બે

41

ચાર વર્ષ પૂર્વે સિહોરમાંથી ઝડપાયેલ દારૂ સહિત રાજ્યના અલગ અલગ ચાર જિલ્લાના ગુનાઓમાં ૧૪ વર્ષથી ફરાર આરોપીને ભાવનગર એલસીબીએ અમદાવાદથી ઝડપી લીધો
ભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી ચાર વર્ષ પૂર્વે ઝડપાયેલા મસમોટા ઇંગ્લીશ દારૂના જથ્થાનો ફરાર આરોપી અમદાવાદ હોવાની બાતમી મળતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે અમદાવાદ જઇ આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી રાજ્યના અલગ અલગ ચાર જિલ્લાઓમાં ગુના કરી ૧૪ વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હોવાનું જણાવાયું હતું. ભાવનગર એલસીબીને મળેલી પૂર્વ બાતમીના આધારે ચાર વર્ષ પૂર્વે વર્ષ ૨૦૧૮માં સિહોર પો.સ્ટે. વિસ્તારમાંથી ઝડપાયેલ ઇંગ્લીશ દારૂ અને બિયરના રૂા.૯૪ લાખના જથ્થાનો ફરાર આરોપી કૈલાસદાન પીરદાન રાવ અમદાવાદ ખાતે તેના કોઇ સંબંધીની સારવારમાં હાજર છે જે આધારે એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડના માણસોએ અમદાવાદ જઇ તપાસ કરતા આરોપી કૈલાસદાન હાજર મળી આવેલ જેની અટકાયત કરી ભાવનગર લાવી સિહોર પોલીસને સોંપી આપવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી રાજ્યના પાટણ જિલ્લામાં ૧૪ વર્ષથી, મોરબીમાં ૧૧ વર્ષથી તથા જામનગરમાં ૧૦ વર્ષથી ગુનાના કામે પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આમ લાંબા સમયથી ઇંગ્લીશ દારૂ સહિતના ગુનાના ફરાર આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.

Previous articleતળાજામાં ભાગીદારીમાં પ્લોટ લીધા બાદ થયેલો ઝગડો હત્યા સુધી પહોંચ્યો, ૭ સામે ગુનો દાખલ
Next articleગારિયાધારમાં તરૂણ ઉપર દુષ્કૃત્ય આચરનાર અને તેને મદદગારી કરનાર આરોપી ઝડપાયા