નેચરસ્ટડી એન્ડ ટ્રેકિંગ કેમ્પ નો આનંદ માણતા સ્કાઉટ ગાઈડ

44

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ સાથે જોડાયેલ અને પ્રવૃત્તિ મા રસ ધરાવતા બાળકો નો તા.8 થી 18 મે દરમ્યાન મનાલી ખાતે નેચરસ્ટડી એન્ડ ટ્રેકિંગ કેમ્પ નુ આયોજન થયેલ જેમા બાળકો એ હીડીંબા ટેમ્પલ , મનુમંદીર , વશિષ્ઠમંદીર , સોલાંગવેલી , અંજનીમહાદેવ , જાણા વોટરફોલ વીગેરેનો ટ્રેકિંગ દ્વારા આનંદ માણ્યો.

જ્યારે રાયફલ શુટીંગ , રીવર ક્રોસીંગ , પેરાગ્લાઈડીગ , રીવર રાફ્ટીગ , આર્ચરી , રેપલીંગ ,રોપ ક્લાઈબીંગ જેવી એડવેન્ચર એક્ટીવીટી નો આનંદ માણ્યો જ્યારે 11 થી 13 વર્ષ ના સ્કાઉટ ગાઈડ બાળકો એ રોહતાગ પાસ અને 14 થી 20 વર્ષ ના સીનીયરો એ ભ્રૃગુલેક ટ્રેકિંગ નો આનંદ બરફીલા પર્વતો મા માણ્યો હતો કેમ્પ ને સફળ બનાવવા માટે દર્શનાબેન ભટ્ટ , અજયભાઈ ભટ્ટ , કાજલપંડ્ય , અલ્પાબેન જાની , યશપાલવ્યાસ , ઉજાસ ભટ્ટ નો સહયોગ મળ્યો હતો.