ગારિયાધારમાં તરૂણ ઉપર દુષ્કૃત્ય આચરનાર અને તેને મદદગારી કરનાર આરોપી ઝડપાયા

50

ગારિયાધારના શખ્સે એક યુવતી અને અન્ય એક શખ્સની મદદગારીથી ૧૭ વર્ષીય તરૂણી સાથે અવાર નવાર દુષ્કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલ દુષ્કૃત્ય આચરનાર અને મદદગારી કરનારને ઝડપી લીધા હતાં. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગારિયાધાર પંથકમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાના પિતાએ ગારિયાધાર પોલીસ મથકમાં શાહનવાઝ ઉર્ફે શાનુ ફીરોઝભાઇ પઠાણ (રે.સિપાઇ સોસાયટી, ગારિયાધાર), તોફીક દિલીપભાઇ દલ (રે.ઘાંચીવાડ, ગારિયાધાર), કોમલબેન રસિકભાઇ ભદ્રેશ્વરા (રે.ઘાંચીવાડ, ગારિયાધાર) સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત તમામે એકબીજાને મદદગારી કરી ૧૭ વર્ષીય સગીરાને ધાક-ધમકી આપી સગીર હોવાનું જાણવા છતાં શાહનવાઝે તેણી પર અવાર-નવાર તેણીની ઇચ્છા-મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે ગારિયાધાર પોલીસે ઉપરોક્ત આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૭૬(૨), ૫૦૬(૨) ૧૧૪, પોક્સો એક્ટ ૬, ૮, ૧૦ મુજબનો ગુનો નોંધ્યો હતો અને આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Previous articleરૂા.૯૪ લાખના દારૂના ગુનાનો ફરાર આરોપી કુતિયાણાથી ઝબ્બે
Next articleએકતરફી પ્રેમીને દંડ ન કરતાં માન સન્માન અકરામ આપો!!! (બખડ જંતર)