GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

20

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૯૦. લોકપ્રિય કાવ્ય ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ છે ?
– ઝવેરચંદ મેઘાણી
૧૯૧. પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું ?
– માનવીની ભવાઈ
૧૯ર. ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત’ કવિતા કોણે લખી છે ?
– કવિ ખબરદાર
૧૯૩. કયા કવિના ‘નિશીથ’ કાવ્યગ્રંથને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું ?
– ઉમાશંકર જોષી
૧૯૪. ‘સસ્તુ સાહિત્ય’ના સ્થાપક કોણ હતા ?
– ભિક્ષુ અખંડાનંદ
૧૯પ. ‘સોક્રેટિસ’ નવલકથા સર્જક કોણ છે ?
– જયભિખ્ખુ
૧૯૬. કઈ સંસ્થા ભાષા સાહિતય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે ‘સંસ્કાર’ અને ‘દિક્ષા’ પરીક્ષાઓ યોજે છે ?
– ગુજરાતી સાહિત્ય પરિષદ
૧૯૭. નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ?
– અભિમન્યુ આખ્યાન
૧૯૮. નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ?
– જયભિખ્ખુ
૧૯૯. ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજયા હતા ?
– કાકાસાહેબ કાલેલકર
ર૦૦. ‘ધૂમકેતુ’નું મુળ નામ જણાવો.
– ગૌરીશંકર જોષી
ર૦૧. હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતાર્યું છે. આ પંકિત કયા કવિની છે ?
– કલાપી
ર૦ર. ‘છ અક્ષરનું નામ’ કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? – રમેશ પારેખ
ર૦૩. સરસ્વતીચંદ્રના રચયિતા કોણ છે ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
ર૦૪. ‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ – પંકિત કોણે લખી છે ?
– સુન્દરમ્‌
ર૦પ. સફારી કયા વિષયનું પાક્ષિક છે ?
– વિજ્ઞાન
ર૦૬. ‘ગુજરાતી અસ્મિતા’ શબ્દના પ્રણેતા કોણ હતા ?
– કનૈયાલાલ મુનશી
ર૦૭. દૈનિકપત્રમાં ‘વિચારોના વૃંદાવનમાં’ કોલમ લખનાર લેખક કોણ છે ?
– ગુણવંત શાહ
ર૦૮. શુન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?
– બલુચ અલીખાન ઉસ્માનખાન
ર૦૯. કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?
– વડવાનલ – કુંદનિકા કાપડિયા
ર૧૦. ધોરણ ૮ ગુજરાતનીમાં પાઠક ‘જુમની ભિસ્તી’ વાર્તાના લેખક કોણ છે ?
– ગૌરીશંકર ગો. જોષી ‘ધૂમકેતુ’
ર૧૧. નટવરલાલ કુબેરદાસ પંડયા એ સાહિત્યકારનું તખલ્લુસ શું છે ? – ઉશનસ્‌
ર૧ર. ‘પ્રિયદર્શી’ નીચેનામાંથી કોનું તખલ્લુસ છે ?
– મધુસુદન પારેખ
ર૧૩. ‘વડવાનલ’ના સર્જક કોણ ?
– ધીરૂબહેન પટેલ
ર૧૪. ‘દીપનિર્વાણ’ના સર્જક કોણ ?
– મુનભાઈ પંચોળી
ર૧પ. કાકાસાહેબ કાલેલકરનું પુરૂં નામ જણાવો.
-દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
ર૧૬. ‘કુંવરબાઈનું મામેરૂ’ આખ્યાનકૃતિ કયા કવિની છે ?
– કવિ પ્રેમાનંદ
ર૧૭. હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?
– ચિત્રાત્મકતા
ર૧૮. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ?
– નર્મદ

Previous articleએકતરફી પ્રેમીને દંડ ન કરતાં માન સન્માન અકરામ આપો!!! (બખડ જંતર)
Next articleપેટ્રોલમાં ૯, ડીઝલમાં ૬ અને સિલિન્ડરમાં રૂા. ૨૦૦નો ઘટાડો