૧૧ વર્ષ ની બાળકીના પરિવાર ને શોધી તેના માતા-પિતા સાથે મિલન કરાવતી બોટાદ ૧૮૧ અભયમ ટીમ

58

તા:-૨૩-૦૫-૨૦૨૨ ના રોજ સવારે એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ માં ફોન કરી જણાવેલ કે એક અજાણી બાળકી બોટાદ એસ. ટી. ડેપો પાસે થોડા સમયથી છે બાળકીને ક્યાં જવું છે પૂછયું છતા કહેતી નથી અને બાળકી ચિંતામા છે તેમની મદદ માટે ૧૮૧ ની જરૂર છે..બાળકીની મદદની જરુર હોય કોલ આવ્યના તુરંત જ ગણતરીના મિનીટોમાં બોટાદ ૧૮૧ ટિમ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન , કોન્સ્ટેબલ શેખ અનિષા તેમજ પાયલોટ ચુડાસમા નિલેશભાઈ ઘટના સ્થળે પહોંચી અજાણી બાળકી ની મદદ માટે પહોંચ્યા હતા. સ્થળ પરના લોકોએ સુરક્ષીત જગ્યાએ બાળકીને બેસાડીને રાખેલ..૧૮૧ ટિમ બાળકી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્નો કર્યા હતો. પરંતુ બાળકીએ કોઈ પ્રકારની માહિતી આપેલ ન હતી. એસ.ટી. ડેપો ની આજુ બાજુ ના લોકો પણ બાળકીને ઓળખતા ન હતા. તેથી ૧૮૧ ટિમ એસ.ટી. ડેપો થી બોટાદ મહિલા પોલીસ સ્ટેશન માં લઇ આવેલ. ફરીથી તેની સાથે વાતચીત કરેલ. ઘણા પ્રયત્નો પછી બાળકીયે જણાવેલ તે ઘરેથી ચાલીને એસ. ટી. ડેપો એ પહોંચેલ હતી અને તેના માતા- પિતા હયાત હોવાનું જણાવેલ અને તેના પિતા કલર કામનું કામકાજ કરે છે માતા ઘરકામ કરે છે અને ગઢડા રોડ બાજુ તેનું ઘર છે પરંતુ મને ખાસ સરનામું યાદ આવતું નથી. ત્યારબાદ ૧૮૧ ટિમ દ્વારા ગઢડા રોડ બાજુના વિસ્તારના લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરેલ. પરંતુ ખાસ માહિતી મળેલ નહિ. ત્યારબાદ બાળકીને થોડી શાત્વના આપી શાંતિથી તેનું ઘર ક્યાં છે તે વિચારવાનું કહેલ વિચાર્યાબાદ પણ ફરીવાર ગઢડા રોડ જ જણાવેલ. તેથી ૧૮૧ ટિમ બાળકીની સાથે ગઢડા રોડ બાજુના વિસ્તારમાં ઘર તપાસ માટે ગયેલ. બાળકી દ્વારા જણાવેલ રસ્તાના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા અંતે તેમના ઘર સુધી પહોંચેલ. ૧૮૧ ટિમ બાળકીના પરિવારના સભ્યોને મળી ચોક્સ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ. પુરાવા યોગ્ય લાગતા માતા- પિતા સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે વહેલી સવારે અમારી જાણબાદ તેમની દીકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ. તેઓએ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દીકરી મળેલ નહિ.બાળકીનું પરિવાર મધ્યપ્રદેશ ના ભીંડ જિલ્લાના કુમારાઉ ગામના વતની છે. હાલ પાચ વર્ષથી મજૂરી કામ માટે બોટાદમાં વસવાટ કરે છે. બાળકી એ પણ પોતાના માતા-પિતા હોવાનું જાણવાતા,૧૮૧ ટીમે સલાહ, સૂચન, માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ અને બાળકીનું ધ્યાન રાખવાનું તેના માતા-પિતા ને જણાવેલ. બાળકીના માતા-પિતાએ ૧૮૧ ટીમનો આભાર માનેલ આમ,૧૮૧ ટીમ એ સહી સલામત બાળકીને તેના માતા-પિતાને શોપવામાં આવેલ.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleરાણપુર તાલુકાના અલમપુર ગામના પાટીયા પાસે ટ્રક માં લાગી આગ..
Next articleટ્રાફિક નિયમોનુ પાલન નહી કરનાર વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ