ટ્રાફિક નિયમોનુ પાલન નહી કરનાર વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ

100

રાણપુરમાં પોલીસ દ્વારા પાળીયાદ ત્રણ રસ્તે કડક હાથે વાહન ચેકીંગ કરાયુ.
બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા(IPS)ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામાં વાહનો નું ચેકીંગ કરી ગુનાહીત પ્રવૃતી અટકાવી વાહન ચાલકો ને નિયમો નુ પાલન કરાવવા સુચના આપેલ હોય જેને લઈને રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ પોલીસ ના મસમોટા કાફલા સાથે વાહન ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં બોટાદ સી.પી.આઈ-એસ.બી.ચૌધરી,રાણપુર પી.એસ.આઈ-એસ.ડી.રાણા સહીત પોલીસ ના મસમોટા કાફલા સાથે પાળીયાદ ત્રણ રસ્તે થી પસાર થતા તમામ વાહનો નુ કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.તેમજ પોલીસ દ્વારા તમામ વાહન ચાલકો ના ડ્રાઈવીંગ લાઈસન્સ,આર.સી.બુક,સીટ બેલ્ટ ચેક કરવામાં આવ્યા હતા તેમજ ફોરવ્હીલર ના કાળા કાચ હટાવી,આર.ટી.ઓ.માન્ય નંબરપ્લેટ ન હોય તેવા વાહન ચાલકો ને તથા નિયમો નુ પાલન નહી કરનારા વાહન ચાલકો ને પોલીસે દંડ ફટકાર્યા હતા જેને લઈને વાહન ચાલકો માં ફફડાટ ફેલાઈ ગયો હતો.જ્યારે પોલીસે તમામ વાહન ચાલકોને ટ્રાફીકના નિયમો નુ પાલન કરવા અપીલ કરી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર