મારી પ્રેમીકાને ઈન્સ્ટાગ્રામ પર કેમ મેસેજ કરો છો કહી યુવકને બે શખ્સોએ માર માર્યો

78

બે દિવસ પૂર્વે રાત્રીના સમયે આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા યુવકને અન્ય બે યુવકોએ મારી પ્રેમીકાને ઈન્સ્ટાગ્રામ પર કેમ મેસેજ કરો છો તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કરી ધોકાવડે હાથે પગે મારમારી ફેકચર કરી ઈજા કર્યાની બોરતળાવ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આખલોલ જકાતનાકા વિસ્તારમાં લલીત ઉર્ફે હિંમતભાઈ બારૈયા ઉ.વ.૨૦ને ગત તા.૨૧ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે મહાદેવ રોડ પર ટ્રેકટરના ગેરેજ પાસે રવી જેન્તીભાઈ રાઠોડ અને ધર્મેશ બારૈયાએ અટકાવી કહેલ કે મારી પ્રેમીકાને ઈન્સ્ટ્રાગ્રામ પર કેમ મેસેજ કરો છો તેમ કહી બોલાચાલી કરી બન્નેએ લલીતને ધોકા વડે હાથે પગે મારમારી ફેકચર કરી નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે લલીતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને યુવકો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.