કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂરાં થયા

32

૮ યોજનાઓએ નરેન્દ્ર મોદીને ઘરે ઘરે લોકપ્રિય બનાવ્યા : વર્ષ ૨૦૧૪માં જે ઝળહળતો વિજય મેળવ્યો હતો તેનાથી પણ ભવ્ય વિજય વર્ષ ૨૦૧૯માં ભાજપ અને તેના સાથી ગઠબંધનોએ મેળવ્યો
નવી દિલ્હી,તા.૨૬
નરેન્દ્ર મોદી બરાબર આજના દિવસે પહેલીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. કેન્દ્રમાં મોદી સરકારને આજે ૮ વર્ષ પૂરા થયા. ૨૦૧૪માં જે ઝળહળતો વિજય મેળવ્યો હતો તેનાથી પણ ભવ્ય વિજય ૨૦૧૯માં ભાજપ અને તેના સાથી ગઠબંધનોએ મેળવ્યો. ઘરેલુ સ્તરથી લઈને વિદેશ નીતિ સુધી ભારતે એક નવું વિઝન ઊભું કર્યું જેની વિદેશમાં પણ ખુબ ચર્ચા છે. પહેલા કરતા પણ વધુ ભવ્ય વિજય મેળવવા પાછળ મોદી સરકારની કેટલીક યોજનાઓ પણ કામ કરી ગઈ જેના વિશે ખાસ જાણવું જોઈએ. આ એ જ યોજનાઓ છે જેણે લોકોના જીવનસ્તરમાં સુધારો કર્યો અને તેના પગલે મોદી સરકાર લોકોના હ્રદય સુધી પહોંચી. જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે તે આઠ વર્ષોમાં અનેક નવી યોજનાઓ શરૂ કરાઈ છે. ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાથી માંડીને અનેક મોટા નેતાઓનું પણ કહેવું છે કે એનડીએ સરકારે છેલ્લા ૮ વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે તથા મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે. એવી કેટલીક ૮ યોજનાઓ વિશે જાણીએ જે મોદીકાળમાં અત્યંત લોકપ્રિય બની છે. કેન્દ્ર સરકારનો એક ફ્લેગશિપ કાર્યક્રમ છે. ગરીબોને વિના મૂલ્યે સારી સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને ૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સ્વાસ્થ્ય વીમા સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ ૧૦ કરોડ પરિવારોના ૫૦ કરોડ સભ્યોને લાભ મળવાનો સરકારનો દાવો છે. પીએમ મોદીએ પોતે કહેલું છે કે આ યોજના હેઠળ ગંભીર બીમારીઓની સારવા માત્ર સરકારી નહીં ખાનગી હોસ્પિટલોમાં પણ થઈ શકશે. આ યોજનાનો હેતુ દેશના દરેક નાગરિકને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો છે. યોજનાની શરૂઆત ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ ના રોજ થઈ હતી. વચેટિયાઓનો ત્રાસ દૂર કરવામાં આ યોજનાએ ભાગ ભજવ્યો છે કારણ કે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની સફળતા પાછળ આ યોજના કારણભૂત છે. અત્યાર સુધીમાં ૪૫ કરોડથી વધુ ખાતા આ યોજના હેઠળ ખુલ્યા છે. કોરોનાકાળમાં મહિલાઓને જે રાહત મોકલવામાં આવી તે સીધી આ ખાતાઓ દ્વારા તેમને હાથોહાથ મળી. લોકોને હવે બધો લાભ સીધો તેમના સુધી પહોંચી શકે છે. કોરોનાકાળમાં શરૂ થયેલી આ યોજનાઓ ગરીબોને ખુબ રાહત આપી. દેશમાં કોઈ ભૂખ્યું ન રહે તે સરકારનો આ યોજના પાછળનો હેતું હતો. ૨૬ માર્ચ ૨૦૨૦ના રોજ આ યોજનાની શરૂઆત થઈ હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપહેલી જૂનથી વાહનનો ઈન્સ્યોરન્સ મોંઘો થશે, એન્જિન પ્રમાણે રિકવરી