મહાપાલિકાએ ડબે પુરેલા ૫૦૦ ઢોર અમદાવાદની ગૌશાળાને મોકલાશે

91

સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટમાંથી રોડ, ડ્રેનેજની લાઈન તેમજ કાળીયાબીડ પાણીની ટાંકી સહિત ૯૦ કરોડના કામોને સ્ટેન્ડીંગમાં અપાઈ મંજૂરી
ભાવનગર કોર્પોરેશને પકડેલા ઢોર પૈકી ૫૦૦ પશુઓ સ્વીકારવા અમદાવાદની ગૌશાળાએ હા ભણતા સ્ટેન્ડીંગ કમિટીમાં ઢોર મોકલવા ઠરાવ થયો હતો. જોકે, પ્રથમ ૫૦ ઢોર મોકલી તેની હિલચાલ પર નજર રાખી બાદમા અન્ય પશુઓ મોકલાશે. કોર્પોરેશને બનાવેલા બંને ઢોર ડબ્બામાં ૧૨૦૦થી વધુ ઢોર પુરેલા છે પરંતુ માત્ર ઢોર કડવ થી તેનો ઉકેલ નથી. જેથી અમદાવાદની ગૌશાળાને પ્રથમ તબક્કે ૫૦૦ ઢોર મોકલવામાં આવશે. જેને સ્ટેન્ડીંગમાં મંજૂરી પણ આપી હતી. ભાવનગર કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં રોડના કામની મુદત વધારવા, જનભાગીદારીના કામો, પેવર રોડ અને આરસીસી રોડના કામ, પરશુરામજીની પ્રતિમા મુકવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખાતે ૩૦ મીની ટીપર ખરીદવા સહિતના ૨૫ કાર્યોને ચર્ચા વિચારણાના અંતે બહાલી આપવામાં આવી હતી. જ્યારે બેઠક દરમિયાન લાઇન નાખવા અને દબાણને કારણે રોડના કામમાં વધારવામાં આવતી મુદત સંદર્ભે પણ અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેમજ કોમ્પ્યુટર વિભાગ દ્વારા જુદી જુદી આઈટમોના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા લંબાવવા સામે પણ સ્ટેન્ડિંગે વાંધો ઉઠાવી ૯૦ દિવસ નહીં પરંતુ માત્ર ૬૦ દિવસની જ સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. અને જીઆઇએસ સેલ દ્વારા કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ખરીદીમાં ડિપોઝિટ અને એગ્રીમેન્ટ વેવ કરવાની જેે શરત મૂકવામાં આવી હતી. તેને રદ કરી હતી. અધ્યક્ષ સ્થાનેથી ધીરુભાઈ ધામેલીયા દ્વારા સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટ પૈકી રોડ, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈનનું અપગ્રેડેશન, બ્યુટીફીકેશન સહિતના કામો માટે ૯૦ કરોડની સરકારમાં દરખાસ્ત મોકલવા મંજૂરી આપી હતી. કાળિયાબીડ દિલ બહાર ઈ.એસ.આર. નવી બનાવવા ચાર કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

Previous articleશિક્ષણમંત્રીના મત વિસ્તારમાં જ લોકોને પાણી માટે વલખાં, ભાવનગરના ફુલસર વિસ્તારની મહિલાઓનો માટલા ફોડી વિરોધ
Next articleપેવર રોડ તથા પેવિંગ બ્લોક,આર.સી.સી. રોડના આશરે રૂ. ૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી