વોર્ડ કચેરીના રેકર્ડમાં ચેકીંગ હાથ ધરતા કર્મીઓમાં ફફડાટ વ્યાપ્યો

711

 

 

ભાવનગર મહાનગર પાલિકાના નિવૃત થયેલા સફાઈ કામદોારોના લાંબા સમયના પડતર પડેલા પ્રશ્નો જે વાકે નિવૃતિ પછીના રજા રૂપાંતર અને અન્ય સેવાકિય વિષય સંબંધેના સવાલો સાંભળવાની મહેકમ વિભાગ દ્વારા કડક પ્રક્રિયા હાથ ધરાય છે. આવા પ્રશ્નો સાંભળવાની ઝુબેંશમાં બે રાઉન્ડોમાં નાયબ કમિશ્નર ગોવાણીના જણાવ્યા પ્રમાણે વીસેક જેટલા પ્રશ્નોની તંત્ર પાસે રજુઆત થવા પામી છે, જેમાં સોલીડ વેસ્ટ અને ડ્રેનેજ વિભાગના પ્રશ્નોનો સમાવેશ થાય છે. તંત્ર પાસે સફાઈ કામદારોના રજુ થતા આવા પ્રશ્નોની રેકર્ડ તપાસ થશે જેમાં સફાઈ કામદારોની હાજરી વિગેરેનો સમાવેશ થાય છે. રેકર્ડ તપસાની ચકાસણી પછી સફાઈ કામદારોના પ્રશ્નોમાં કોઈ પણ કર્મચારીના રેકર્ડમાં ચેડા કે ક્ષતિઓ કરી હશે તેવા વોર્ડ કર્મચારીઓ સામે ખાતાકિય કડકાઈ ભરી કાર્યવાહીઓ થશે.

વોર્ડ ઓફિસોમાં સફાઈ કામદારોના પ્રશ્નોમાં કોઈએ જાણી બુઝીને ભુલો કરી હશે, તેવા રેકર્ડની પુરેપુરી રીતે ચકાસણી તપાસ થશે. નાયબ કમિશ્નર ગોવાણી સમક્ષ આવા કેટલાંક પ્રશ્નો રજુ થતા આવી સફાઈ કામદારોની રજુઆત બાદ તંત્રમાં કડકાઈ ભરી ચકાસણી તપાસ થવાની શરૂઆત થતા કેટલાંક વોર્ડના કર્મચારીગણમાં ભારે ફફડાટ મચી જવા પામ્યાનું સેવા સદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.