શહેર ભાજપના અનુ.જાતિ મોરચા દ્વારા ઉ. કૃષ્ણનગર-રૂવા વિસ્તારોમાં સદસ્યતા અભિયાન

5

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્યાના માર્ગદર્શનમાં ભાવનગર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તારીખ ૩ જુલાઈ ૨૦૨૨ ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ઉત્તરકૃષ્ણ નગર-રૂવા વિસ્તારમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન અને ઘર ઘર સંપર્ક અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં વૉર્ડના સિનિયર આગેવાન રમેશભાઈ રાઠોડ, રાજુભાઈ ઉપાધ્યાય, વોર્ડ પ્રમુખ ઉદયભાઈ બોરીસાગર, પ્રદેશ કારોબારી સદસ્ય દિલીપભાઈ જોગદિયા, શહેર મંત્રી નલિનભાઈ પટેલ, શહેર મહામંત્રી ગોપાલભાઈ ચૌહાણ, ઉકાભાઈ ચૌહાણ, લીલાબેન કાલિવડા તેમજ સતીશભાઈ યાદવ, દિવ્યકાંત વૈષ્ણવ, રમેશ ગેડિયા, વિજયભાઈ પરમાર, જગદીશભાઈ રાઠોડ કિશોરભાઈ માંડલિયા ઉપસ્થિત રહ્યા હતા. અને આ તબકકે લોક પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને તાકીદે તેમના નિકાલ માટે અધિકારીઓને સૂચના પણ આપવામા આવી હતી, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા વિભાગની યાદી જણાવે છે.