પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર ગાડીમાં આગ લાગતા કર્મચારીની સુઝબોજથી મોટી દુર્ઘટના ટળી

7

ભાવનગર શહેરના જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલ પેટ્રોલ પંપ પર ગાડીમાં અચાનક આગ લાગી
ભાવનગર શહેરના જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પમ્પ પર ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી, આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે પેટ્રોલ પંપના માણસોની સમય સુચકતા વાપરતા મોટી જાનહાની ટળી હતી, કર્મચારીએ તાત્કાલિક ગાડીને ખસેડી રોડ પર મૂકી દીધી હતી, ભાવનગર શહેરના મુખ્ય બજાર તરફ જિલ્લા પંચાયત પાસે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પમ્પ પર ગાડીમાં પેટ્રોલ ભરતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી ત્યારબાદ તરત જ પેટ્રોલ પંપના કર્મચારીએ ગાડીને તાત્કાલિક ખસેડી પેટ્રોલ પંપ પરથી દૂર કરી હતી, આગ લાગવાને કારણે નાસભાગ થવા લાગી હતી, આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો પણ પેટ્રોલ પમ્પના કર્મચારીઓએ ડર વગર પાણીનો છટકાવ તથા ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો અને તાત્કાલિક આગને બુઝાવી દીધી હતી. જો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ બુઝાઈ ગઈ હતી. પેટ્રોલ પંપ પર રહેલા કર્મચારીઓ સુજબૂજ વાપરી મોટી જાનહાની ટાળી હતી, આગ લાગવાથી રોડ પર લોકોના ટોળા જામ્યા હતા પણ સમયસૂચકતાને પગલે પેટ્રોલ પમ્પ બચી ગયો અને મોટો ધમાકો થતા અટકયો હતો.