વલભીપુરના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીની પુત્રી માનવીબાનો આજે જન્મદિવસ

39

વલભીપુરના યુવા પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીની વ્હાલી દીકરી માનવીબાનો આજે તારીખ પના રોજ જન્મદિવસ છે. બાલ્યજીવનના ૮વર્ષ પુરા કરી ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા માનવીબા એમની માસૂમિયત અને નટખટતાને કારણે સમગ્ર સોલંકી પરિવાર અને મોસાળમાં અદમ્ય સ્નેહ પ્રાપ્ત કરી રહ્યા છે. કાલીઘેલી મીઠી વાણી અને સ્વભાવમાં ઉદારતાના વારસાગત સંસ્કારો મેળવી રહેલા માનવીબાને માતા-પિતા કોમલબા ધર્મેન્દ્રસિંહ, મોટા પપ્પા મોટા મમ્મી કૈલાસબા અજીતસિંહ, બા અને બાપુજી ભીખાભાઈ તથા દેવકુવરબાએ ખૂબ લાડ લડાવીને જન્મદિવસ નિમિત્તે માનવીબાના સ્વસ્થ જીવનની મનોકામના કરી અંતરના આશીર્વાદ આપ્યા છે. જ્યારે ભાઈ કર્મરાજસિંહ તથા સિધ્ધરાજસિંહ તથા બહેન માનસીબાએ લાડકી બહેનના જન્મદિવસે બેનબા સાથે નિર્દોષ ધીંગા મસ્તી કરી સુંદર મજાની ગિફ્ટ આપી જન્મ દિવસને યાદગાર બનાવશે. શાળામાં દરવર્ષે અભ્યાસમાં અવ્વલ રહેતી બર્થડેગર્લ શાળામાં પણ શિક્ષકોની અત્યંત લાડકી છે. ક્ષત્રીય કારડીયા રાજપૂત સમાજના આગેવાન ધર્મેન્દ્રસિંહ સોલંકીના મો.નં.૯૭૧૪૭૯૦૫૯૮ પર મિત્રો પરિજનો તથા બહોળા સોશિયલ મિડિયાના મિત્રોએ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇંસ્ટાગ્રામ પર માનવીબાના જન્મદિવસની શુભેચ્છાઓનો અવિરત ધોધ વરસાવી રહ્યા છે.

Previous articleમહુવામાં હવામાં ગોળીબાર : અટકાવવા ગયેલી પોલીસને પણ નિશાને લેવાઈ !
Next articleબોટાદ ખાતે સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારીસ્વામીના હસ્તે હોસ્પિટલ નું ઉદ્ઘાટન થયુ