આજરોજ બોટાદ જીલ્લામાં આવેલ જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ તેમજ જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના દર્શન કરવા તેમજ આશીર્વાદ લેવા સાવરકુંડલા પાસે આવેલ માનવ મંદિર આશ્રમ કે જ્યાં માનસિક તકલીફ હોય એવી દીકરીઓ અને બહેનો ની સેવા સારવાર કરી સાચવવામા આવે છે એ માનવ મંદિર ના મહંત પૂ.શ્રી ભક્તિરામબાપુ અને સાથે પ્રખ્યાત હાસ્ય કલાકાર મનસુખભાઇ વસોયા આવેલ.જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે અન્નક્ષેત્ર ની તેમજ શ્રી બણકલ ગૌશાળા,અશ્વશાળા તેમજ વિહળવાટિકા ની મુલાકાત લીધેલ અને ખૂબ ધન્યતા સાથે રાજીપો વ્યક્ત કરેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર



















