સાળંગપુર ખાતે હનુમાનજીદાદા ને ખારેક નો દિવ્ય શણગાર કરાયો..

6

મંદીરના પરીસરમાં મારૂતિયજ્ઞ નું આયોજન કરાયુ,હજારો હરીભક્તો દાદા ના દર્શન કરી ધન્ય થયા….
બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે આવેલ વડતાલધામ સ્વામિનારાયણ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે આજરોજ તા-18-6-2022 ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને દિવ્ય વાઘા પહેરાવી સિંહાસનને લાલ-પીળી ખારેક નો તથા પાઈનેપલ નો અદભૂદ શણગાર કરવામાં આવ્યો હતો.પુજારી સ્વામી દ્વારા સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા સવારે 7 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી.તેમજ શનિવાર નિમિત્તે મંદીરના પરીસર માં મારૂતિયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.હનુમાનજીદાદા ને ખારેક નો દિવ્ય અને અલૌકીક શણગારના દર્શન કરી હરીભક્તોએ ધન્યતા અનુભવી હતી.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleગોહિલવાડમાં વરસાદી માહોલ: તળાજા તાલુકાના ત્રાપજ ગામમાં ધીમીધારે વરસાદનું આગમન, ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ
Next articleસોરઠીયા આહિર સમાજ મહુવા દ્વારા માયાભાઈ આહીર નો સન્માનિત કાર્યક્રમ યોજાયો