બંને પક્ષો જીવનમાં આગળ વધી ગયા છે તમે પણ મૂવ ઓન કરો : સમંતા

5

મુંબઈ, તા.૨૨
ચાર વર્ષના લગ્નજીવન બાદ સમંતા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય ઓક્ટોબર, ૨૦૨૧માં અલગ થયા હતા. બંને હાલ પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત છે. થોડા દિવસ પહેલા જ નાગા ચૈતન્યના જીવનમાં નવી મહિલાની એન્ટ્રી થઈ હોવાના રિપોર્ટ્‌સ સામે આવ્યા હતા. રિપોર્ટ્‌સ પ્રમાણે, નાગા ચૈતન્ય ’મેડ ઈન હેવન’ ફેમ શોભિતા ધુલિપાલાને ડેટ કરી રહ્યો છે. તે તેના જ્યુબિલી હિલ્સ સ્થિત અંડરકન્સ્ટ્રક્શન ઘરે પણ તેને લઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની અફવા સમંતા રુથ પ્રભુની ઁઇ ટીમે ઉડાવી હોવાનો એક્ટરના ફેન્સે આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસે આક્ષેપો લગાવનારને ટ્‌વીટ કરીને જવાબ આપ્યો હતો. સમંતા રુથ પ્રભુએ તેના ટિ્‌વટર પર લખ્યું હતું ’છોકરી માટેની અફવા- સાચી હોઈ શકે છે!! છોકરા માટેની અફવા- છોકરી દ્વારા ઘડવામાં આવી!! ગ્રો અપ ફ્રેન્ડ્‌સ સંકળાયેલા પક્ષો સ્પષ્ટ રીતે આગળ વધી ગયા છે. તમારે પણ મૂવ થઈ જવું જોઈએ!! તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા પરિવાર પર ફોકસ કરો. મૂવ ઓન!! સમંતા અને ચૈતન્ય ઘણા સમયથી અલગ રહેતા હતા. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા પરથી સાસરિયાંની સરનેમ હટાવી ત્યારથી જ તેમના વચ્ચે કંઈક ઠીક ન હોવાની વાતો થવા લાગી હતી. ત્યારબાદ, એક્ટ્રેસે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ જાહેર કરીને તેઓ અલગ થઈ રહ્યા હોવાની જાહેરાત કરી હતી. તેણે લખ્યું ’અમારા શુભ ચિંતકોને જણાવવાનું કે, ઘણા વિચાર-વિમર્શ કર્યા પછી સેમ અને મેં પતિ-પત્ની તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે. હવે, અમે અમારા પોતાના માર્ગ પર આગળ વધીશું. એક દશકાથી વધુ જૂની મિત્રતા માટે અમે ભાગ્યશાળી છીએ, જે અમારા સંબંધોનું મૂળ હતી, અમારું માનવું છે કે કે અમારી વચ્ચે તે ખાસ બોન્ડિંગ હંમેશા જળવાઈ રહેશે. ચાહકો, શુભચિંતકો અને મીડિયાને આ કપરા સમયમાં સપોર્ટ કરવા અને આગળ વધવા માટે જરૂરી પ્રાઈવસી આપવાની વિનંતી કરીએ છીએ. તમારા સહયોગ બદલ આભાર. વર્ક ફ્રંટની વાત કરીએ તો, નાગા ચૈતન્યની બોલિવુડ ડેબ્યૂ ફિલ્મ ખૂબ જલ્દી રિલીઝ થવાની છે. તે આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ’લાલ સિંહ ચઢ્ઢા’માં મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે. બીજી તરફ, સમંતા છેલ્લે વેબ સીરિઝ ’ફેમિલી મેન ૨’માં જોવા મળી હતી. આ સિવાય તે સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ’કભી ઈદ કભી દિવાલી’નો પણ ભાગ બને તેવી શક્યતા છે.

Previous articleહાર-જીત અગત્યની નથી પરંતુ રમતના મેદાનમાં ઉતરવું એ અગત્યનું છે : રેન્જ આઇ.જી. યાદવ
Next articleનસીબે પંતને દગો આપ્યો, અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ સુકાની બન્યો!