રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ તંત્ર એક્શનમાં

27

સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી પોલીસ ફોર્સ ભાવનગર પહોંચી : બીએસએફ અને એસઆરપી સમેત પોલીસનો રહેશે લોખંડી બંદોબસ્ત, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે બ્રિફીંગ કર્યું
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર પોલીસ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. ભગવાનની નગરયાત્રામાં દેવભુમી દ્રારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જિલ્લાના ૭૨૮ પોલીસ અને ૩૧૨ મહીલા પોલીસ સહીત ૧૧૪૦ પોલીસ કર્મી બંદોબસ્તમાં જોડાશે. જ્યારે છ જિલ્લાના ૧૧૫૦ હોમગાર્ડ ફરજ બજાવશે. બહારના જિલ્લામાંથી બંદોબસ્ત અર્થે આવી પહોચેલ પોલીસ કર્મિઓને શહેરની જુદી જુદી વાડીઓમાં ઉતારા અપાયા છે.

અષાઢી બિજના પાવન પર્વએ સમગ્ર દેશની ત્રીજા નંબરની અને રાજ્યની અમદાવાદ બાદ બિજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવેણામાંથી પ્રસ્થાન કરશે. રથયાત્રાને લઈ શહેરભરમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે નગરયાત્રાને લોખંડી બંદોબસ્ત પુરો પાડવા પોલીસ તંત્રએ કમર કસી છે. ભાવનગર પોલીસ સાથે બહારના જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સની માંગણી કરવામાં આવી હતી. જે માગણીને લઈ ભાવનગરની રથયાત્રામાં દેવભુમી દ્રારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જિલ્લાના ૭૨૮ પોલીસ અને ૩૧૨ મહીલા પોલીસ સહીત ૧૧૪૦ પોલીસ કર્મી બંદોબસ્તમાં જોડાશે. તેની સાથે અમરેલીના ૨૦૦, સુરેન્દ્રનગરના ૨૦૦, રાજકોટ ગ્રામ્યના ૧૦૦, બોટાદના ૫૦, રાજકોટ શહેરના ૧૦૦ અને ભાવનગર જિલ્લાના ૫૦૦ મળી કુલ ૧૧૫૦ હોમગાર્ડ રથયાત્રા બંદોબસ્તમાં ફરજ બજાવશે. રથયાત્રા બંદોબસ્તમાં ફરજ પર આવેલ પોલીસ કર્મચારી અને હોમગાર્ડ જવાનોને શહેરની જુદી જુદી વાડીઓમાં ઉતારા આપી દેવામાં આવ્યા છે. જેમાં દેવભુમી દ્રારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગરના પોલીસ જવાનનોને ગોહિલવાડ કણબી જ્ઞાાતિની વાડીમાં, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના જવાનોને ઘોઘારી લોહાણા મહાજનની વાડીમાં, જ્યારે અમરેલી, બોટાદ જિલ્લાના જવાનોને ગોહિલવાડ રામીમાળી જ્ઞાતીની વાડીમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. તેની સાથે મહિલા પોલીસ કર્મચારીઓ માટે ભીડભંજન મહાદેવ સામે, રામવાડીમાં ઉતારાની વ્યવસ્થા અને બહારના જિલ્લામાંથી આવેલ પોલીસ ડ્રાઈવરો માટે પોલીસ હેડ ક્વાટર્સ બેરેકમાં વ્યવસ્થા કરાઈ છે. ભાવનગર શહેર-જિલ્લાની પોલીસ સાથે બહારના ૧૦ જિલ્લામાંથી આવેલ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ બંદોબસ્તમાં પોતાની ફરજ બજાવશે. તેની સાથે જ પાંચ એસઆરપી કંપની અને એક બીએસએફ કંપની પણ બંદોબસ્તમાં જોડાશે. જે કમાન્ડો પરંપરાગત યાત્રામાં સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોતાની ફરજ બજાવતા હોય છે. એસઆરપી ગૃપ-૧૬ ભચાઉ, બી કંપનીને કારડીયા રાજપુત વાડીમાં, એસઆરપી ગૃપ-૧૩ રાજકોટ, સી કંપનીને મહાજનના વંડામાં, એસઆરપી ગૃપ-૯,વડોદરા, સી કંપનીને લોકાગચ્છ જૈનવાડી, એસઆરપી ગૃપ-૧૨ જામનગર, એ કંપનીને અહીચ્છત્ર સંસ્કાર હોલ, એસઆરપી ગૃપ-૧૩, બી કંપની, ૧પ્લાટુન, એસઆરપી ગૃપ-૨૧, ડી કંપની, ૧ પ્લાટુન, એસઆરપી ગૃપ-૧૬, ડી કંપની, ૧ પ્લાટુન ભાવનગર આવી પહોંચતા તેને ઘોઘારી કપોળ જ્ઞાાતિની વાડીમાં ઉતારા આપવામાં આવ્યા છે.
જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે શહેરના કેટલાક વિસ્તારોમાં ટૂ-વ્હીલર વાહનોને પ્રવેશબંધી
શહેરમાં ૧ જુલાઇના રોજ અષાઢી બીજ નિમિતે સવારે ૮ વાગ્યાથી સુભાષનગર, ભગવાનેશ્વર મહાદેવજી મંદિરેથી રથયાત્રા યોજાશે. જે શહેરનાં ગંગાજળીયા તળાવ, ઘોઘાગેટ, હેરીસ રોડ, ખારગેટ, ખારાકુવા, મામાકોઠા, ડો. ગજ્જરના ચોકમાં થઈ હલુરીયા ચોક થઇ નિયત માર્ગે પરત ફરશે. રથયાત્રામાં વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રૂટ પૈકીના કેટલાક માર્ગો પર વાહન પ્રવેશબંધિ ફમાવાઇ છે. આ રથયાત્રાનાં રૂટ ઉપર લોકોના ધસારાને રોકવા માટે બેરીકેડ કરવામાં આવે છે, જેથી ૧ જુલાઇના સવારે ૭ વાગ્યાથી રાતના ૧૨ સુધી રથયાત્રાનાં રૂટ ઉપર દ્વિચક્રી વાહનો પ્રવેશે નહી તે માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરના દરખાસ્ત રજુ થયેલ છે. આથી શહેરનાં લોકોની વધુ અવર – જવરવાળા ગીચ વિસ્તારોમાંથી પસાર થનાર હોવાથી ટ્રાફિકનું નિયમન કરવું અનિવાર્ય જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરના ગંગાજળીયા તળાવથી ઘોઘાગેઈટ, હેરીસરોડથી ખારગેઈટ, ખારાકુવા થી મામાકોઠા, ઘોઘાગેટથી હેરીસ રોડ, ખારગેઈટથી ખારાકુવા, મામાકોઠા થી ડૉ. ગજજરનો ચોક થઈને હલુરીયા ચોક રસ્તા પર ૧ જુલાઇએ સવારે ૭ કલાકથી રાતના ૧૨ કલાક સુધી દ્વિચક્રી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ, ફાયરબ્રીગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવા અંગેના વાહનો તથા રથયાત્રામાં નિયમાનુસાર નોંધાયેલ સામેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

Previous articleહોટેલ રૂમ-હોસ્પિટલના રૂમ સહિતની વસ્તુઓ મોંઘી થશે
Next articleBSF, SRP નુ ભાવનગરમાં આગમન