શ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલમાં આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાઈ ગયો.

7

સરકારી નર્સિંગ કોલેજ ભાવનગર અને સર ટી. હોસ્પિટલ દ્વારા શાળાના વિધાર્થીઓને કોરોના વાયરસ,ઓરી,કોંગો ફીવર,મેલેરિયા અને વ્યક્તિગત સ્વચ્છતા વિશેનું સુંદર ચાર્ટ સાથે માહિતી ડૉ. અભિષેક જોશી સાહેબના માર્ગદર્શન મુજબ નર્સિંગની વિદ્યાર્થિની બહેનોએ આપેલ. આ તકે ગુરૂકુલ સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા ડૉ. જયદીપસિંહ ચૌહાણ,શાળાના આચાર્ય જે.એચ.ભાદરકા, શુકલભાઈ અને પીઠા ભાઈ ગુરુજી સહિત ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આભારની લાગણી વ્યક્ત કરેલ.