ભગવાને ઉલ્લાસભર્યા માહોલમાં નગરયાત્રા કરી નિજ મંદિરે પરત

3

કોરોનાને લીધે બે વર્ષ બાદ રથયાત્રા નિકળી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી, અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ ભગવાનના દર્શન કર્યા
અમદાવાદ, તા.૧
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર એટલે રથયાત્રા. બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. કોરોનાના કારણે આ તહેવાર બે વર્ષથી થોડા ઘણા લોકોની હાજરીમાં જ થતો હતો. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. અમદાવાદની રથયાત્રા માનવમહેરાણથી છલકાઈ ગઈ હતી. યાત્રામાં લોકોએ ભારે ઉલ્લાસભેર ભાગ લીધો હતો. અપેક્ષા મુજબ યાત્રા પર અમિ છાંટણાં પણ થયા અને યાત્રામાં કોમી એખલાસનો પણ માહોલ જોવા મળ્યો હતો. અંતે યાત્રા રંગેચંગે નિજ મંદિરે પહોંચી ગઈ હતી.

ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા, વિશ્વની બીજી સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.સરસપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો હતો. મહિલાઓ જગતના નાથના આગમનને લઇને અવનવા ભજનો ગાઇને નૃત્ય કરી રહ્યા હતા, ભગવાનના ૩ રથ અહીં પહોંચ્યા બાદ ભક્તો પ્રસાદ ગ્રહણ કર્યો. અમદાવાદમાં ૨૨ કિમી જેટલો રથયાત્રાનો માર્ગ છે, જગન્નાથ મંદિરેથી યાત્રા નીકળે તે સરસપુરમાં બપોરે ભોજન માટે રોકાય છે. સરસપુર એટલે મોસાળ અને મોસાળાની વિધિ પણ થાય, જેનો લહાવો લેવા ભક્તોમાં ગજબનો ઉત્સાહ હોય છે જે તેનુ ૨૦ વર્ષનું વેઈટિંગ લિસ્ટ જોઇને લગાવી શકાય. આ વર્ષે મામેરું કરવાનો અવસર રાજેશભાઇ પટેલ અને તેમના પરિવારને મળ્યો. આ વખતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના મામેરાની થીમ અલગ રાખવામાં આવી હતી. ભગવાનના વાઘા માટે મોરપીંછ રંગ પસંદ કરવામાં આવ્યો હતો. ભગવાનના વાઘા અને આભૂષણમાં કમળ અને ગાયના પ્રતિક રાખવામાં આવ્યા. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ભક્તો ભગવાનના મામેરાના દર્શનથી વંચિત રહ્યા હતા. આથી આ વખતે જગન્નાથજીના મામેરાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ દેખાયો.બપોરે૪.૧૧ વાગે રથ દરિયાપુર પહોંચ્યા. બપોરે ૩.૪૬ વાગે ભગવાનનો રથ પ્રેમ દરવાજા પહોંચ્યા. બપોરે ૧.૩૫એ સરસપુરથી ગજરાજ નીકળીને નિજ મંદિર તરફ રવાના થયા હતા. બપોરે ૧ઃ૧૩ વાગે ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુર પહોંચી ગયાં. અખાડા અને તમામ ટ્રક સરસપુર પહોંચી ગયાં હતા. કાલુપુર સર્કલ પહોંચી ભગવાન જગન્નાથની રથયાત્રા,ભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ. સરસપુર બાદ કાલુપુરમાં પણ રથયાત્રા પર વરસાદના અમી છાંટણા થયા. પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું સર્વેલાન્સ થઈ કરાયું હતું. પોલીસ કમિશ્નર દ્વારા પરવાનગી અપાતાં રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર જ ફર્યો. જેમાં અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજો, ૧૮ ભજન મંડળીઓ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી ૧૦૧ ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૩ બેન્ડવાજાવાળા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથ આવે એટલે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવ્યો. આ જમણવારમાં પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડી હોય છે, જેમાં બે લાખથી વધુ ભક્તો આ લ્હાવો માણ્યો. સરસપપુરમાં કુલ ૧૫ રસોડામાં આ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. કોવિડ ૧૯ પોઝીટીવ છતાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૫મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી છે.મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજગન્નાથ પુરી રથયાત્રા : ૩૫૦ વર્ષ જૂની શાસ્ત્રોક્ત વિધિ સાથે શરૂ થઇ નગરના નાથની યાત્રા