મને મારા લૂક સાથે અખતરાં કરવા ગમે છે : નિયા શર્મા

4

મુંબઈ, તા.૩
નિયા શર્મા, જે એક હઝારો મેં મેરી બહેના હૈ, જમાઈ રાજા, નાગિન અને ખતરો કે ખિલાડી જેવા સફળ ટીવી શોનો ભાગ રહી ચૂકી છે તેને તેની સ્ટાઈલ સાથે અખતરાં કરવા ગમે છે. એક્ટ્રેસ, જે હાલ તેના અપકમિંગ મ્યૂઝિક વીડિયોના પ્રમોશનમાં વ્યસ્ત છે તેણે વાતચીત કરતાં તેને અલગ-અલગ લૂક અજમાવવા ગમતાં હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ’મને ક્રેઝી વસ્તુઓ કરવી ગમે છે. મને વિચિત્ર પ્રકારની ચોક્કસ વસ્તુઓ પહેરવી ગમે છે. મને તેવું જ પસંદ છે. તેવું નથી કે આવું કરીને હું દરેકનું ધ્યાન મારા પ્રત્યે આકર્ષિત કરવા માગું છું. જ્યાં સુધી મારા લૂકમાં કંઈક વાઈલ્ડ કે મેસી ન હોય ત્યાં સુધી મને તેમાં મજા આવતી નથી. છેલ્લા ઘણા લાંબા સમયથી નિયા શર્મા, જેને એશિયાની સેક્સિએસ્ટ મહિલાઓની યાદીમાં ઘણી વખત સ્થાન મળી ચૂક્યું છે, તે તેની ફેશન ચોઈસના કારણે ટીકાનો ભોગ બની ચૂકી છે. ઘણીવાર તે વોર્ડરોબ માલફંક્શનનો પણ ભોગ બની છે. તેના બોલ્ડ અને વિચિત્ર કપડાં ધ્યાન ખેંચે છે અને કેટલીક અપ્રિય વાતો તરફ પણ દોરી જાય છે. એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, ’હું ખરેખર તેવી વ્યક્તિ નથી જેના વિશે ખરાબ લખાવું જોઈએ, હું તેને હકદાર નથી. લોકો લખે છે કે, નિયા શર્મા ઉપડી, દેખાઈ ગયા કપડાં, ઉતરી ગયા કપડાં, હું તેવી જરાય નથી. નિયા શર્મા ભલે મ્યૂઝિક વીડિયો અથવા વેબ સીરિઝમાં વધારે દેખાતી હોય. પરંતુ જો સારી તક મળે તો તે ખરેખર સ્મોલ સ્ક્રીન પર કમબેક કરવા માગે છે. ’મને દૈનિક ધારાવાહિક સીરિયલોની ઓફર મળી રહી નથી. જ્યારે મળશે તરત જ કામ કરવા તૈયાર થઈશ.
તેણે ઉમેર્યું હતું કે, ’તેવું નથી કે હું ટેલિવિઝન અથવા અન્ય પ્રોજેક્ટ માટે મહેનત નથી કરી રહી.
હું મારા દિલથી પ્રયાસો કરી રહી છે. કંઈક તો કામ કરશે અને આશા છે કે તેમ થશે’.