બુમરાહે સ્ટૂઅર્ટ બ્રોડની ઓવરમાં ૩૫ રન ઝૂડી કાઢ્યા

6

બર્મિંગહામ, તા.૩ ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપની એ ઓવરની યાદો ફરી તાજા થઈ, જેમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડને સતત ૬ બોલમાં ૬ છગ્ગા ફટકારીને તેની કારકિર્દીનો લગભગ અંત આણ્યો હતો. હવે ભારતના જસપ્રિત બુમરાહે ધૂમ મચાવી દીધી અને આ ડેશિંગ ઇંગ્લિશ બોલરે એક ઓવરમાં ૩૫ રન આપીને શરમજનક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ટેસ્ટ ઈતિહાસમાં આ સૌથી મોંઘી ઓવર હતી. જ્યારે ટીમ ઈન્ડિયાને બર્મિંગહામના મેદાન પર ૩૭૫ના સ્કોર પર ૯મો ઝટકો લાગ્યો અને જાડેજા પેવેલિયન પરત ફર્યો ત્યારે ભાગ્યે જ કોઈને ૪૦૦ રન સુધી પહોંચવાની આશા હતી, પરંતુ કેપ્ટન જસપ્રિત બુમરાહનો ઈરાદો અલગ હતો. સ્ટુઅર્ટ બ્રોડ ભારતીય ઇનિંગ્સની ૮૪મી ઓવરમાં આવ્યો હતો. આ ઓવરમાં કુલ ૩૫ રન બનાવ્યા, જે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં એક રેકોર્ડ છે. આ પહેલા કોઈ બોલરે એક ઓવરમાં ૨૮થી વધુ રન નથી આપ્યા. સ્ટુઅર્ટ બ્રોડે ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ વિરુદ્ધ ઓવરમાં ૩૬ રન આપ્યા હતા. આ ઓવરના કયા બોલ પર કેટલા રન બનાવ્યા તે નીચે મુજબ છે. પ્રથમ બોલઃ તે ટૂંકો બોલ હતો. બુમરાહે સખત શોટ રમ્યો, પરંતુ બોલ બેટની કિનારી લઈને ૪ રનમાં ફાઈન લેગ બાઉન્ડ્રીની બહાર ગયો.બીજો બોલઃ બ્રોડે બાઉન્સર ફટકાર્યો. બુમરાહ પાર કર્યા બાદ વિકેટકીપરને અડીને બોલ બાઉન્ડ્રી ક્રોસ કરી ગયો હતો. અમ્પાયરે વાઈડ જાહેર કર્યું. ભારતને ૫ રન મળ્યા હતા.બીજો બોલઃ બુમરાહ વિચિત્ર શોટ રમ્યો અને બોલ બેટની ઉપરની કિનારી લઈને વિકેટકીપરની ઉપર ૬ રનની બાઉન્ડ્રી પાર કરી ગયો. ઓવર સ્ટેપ માટે અમ્પાયરે નો બોલ જાહેર કર્યો. ભારતને ૭ રન મળ્યા હતા. ત્રીજો બોલઃ સારી લંબાઈનો બોલ. બુમરાહના બેટની કિનારી લેતા બોલ સ્ટમ્પની બાજુથી ૪ રન માટે બહાર ગયો હતો. આ ઓવરમાં ભારતને અત્યાર સુધી ૨૪ રન મળ્યા હતા.

Previous articleમને મારા લૂક સાથે અખતરાં કરવા ગમે છે : નિયા શર્મા
Next articleગરોળી ભગાડવાના નુસ્ખાઓ!!! (બખડ જંતર)