સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

7

ભારતની મિડ લેવલની આ દિગ્ગજ એરલાઈન્સ સ્પાઈસજેટની છેલ્લા ૩ મહિનામાં આ છઠ્ઠી ઘટના બની
નવી દિલ્હી,તા.૫
દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસજેટ એસજી-૧૧ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ કરાચી (પાકિસ્તાન)માં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. બી૭૩૭ પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે.સ્પાઈસજેટના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લેન્ડિંગ દરમિયાન કોઈ ઈમરજન્સી જાહેર કરવામાં આવી ન હતી અને વિમાનનું સામાન્ય લેન્ડિંગ જ થયું હતું. અગાઉ એરક્રાફ્ટમાં કોઈ ખામી હોવાના કોઈ અહેવાલ નથી. મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજું વિમાન કરાચી મોકલવામાં આવી રહ્યું છે ત્યાંથી જે મુસાફરોને દુબઈ લઈ જવાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હી-દુબઈ બોઈંગ ૭૩૭ મેક્સ પ્લેન જ્યારે હવામાં હતું ત્યારે તેની ડાબી બાજુના ટેંકમાં ફ્યુલની માત્રામાં અસામાન્ય ઘટાડો જોવા મળતા વિમાનને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે કરાચી એરપોર્ટ પર તપાસ કરવામાં આવી ત્યારે ડાબી બાજુના ટેંકમાંથી કોઇ લીકેજ જોવા મળ્યું ન હતું. ભારતની મિડ લેવલની આ દિગ્ગજ એરલાઈન્સ સ્પાઈસજેટની છેલ્લા ૩ મહિનામાં આ છઠ્ઠી ઘટના બની હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) તમામ ૬ઠ્ઠી ઘટનાઓની તપાસ ચાલુ જ છે.

Previous articleભારતના ૧૦ રાજ્યમાં મળ્યા નવા વેરિએન્ટના કેસ
Next articleCNGમાં ૧.૩૧ વધારો થતા ભાવ ડીઝલની નજીક પહોંચી ગયો