CNGમાં ૧.૩૧ વધારો થતા ભાવ ડીઝલની નજીક પહોંચી ગયો

7

ભાવ અગાઉ ૮૨.૫૯ રૂપિયા હતો તેમાં ૧.૩૧ રૂપિયાનો વધારો થતાં તે વધીને ૮૩.૯૦ રૂપિયા થઈ ગયો છે, જેની સામે અમદાવાદમાં ૯૨.૧૫ રૂપિયા થઈ ગયો છે
અમદાવાદ,તા.૫
અઢી મહિના પછી ફરી એકવાર અદાણી CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. ફરી એકવાર ઝ્રદ્ગય્ના ભાવમાં ૧.૩૧ રૂપિયાનો વધારો થતા હવે અમદાવાદમાં ભાવ ૮૩.૯૦ રૂપિયા પહોંચી ગયો છે. અદાણી CNGના ભાવમાં વધારો થતા ફરી એકવાર ઝ્રદ્ગય્ રિક્ષાચાલકો મેદાનમાં આવી શકે છે, જોકે, અગાઉ ભાડામાં વધારો કરી આપ્યો હોવાથી હાલ વિરોધનું વંટોળ ઉભું થયું નથી. અદાણી CNGના ભાવમાં ૧.૩૧ રૂપિયાનો વધારો થયો, તેના અઢી મહિના પહેલા ૧૬ એપ્રિલના રોજ ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અગાઉ સતત ઝ્રદ્ગય્ના ભાવમાં થયેલા વધારાના કારણે તેની કિંમત અને ડીઝલની કિંમત વચ્ચે માત્ર ૮.૨૫ રૂપિયાનો તફાવત રહી ગયો છે. જો ફરી એકવાર સતત ભાવ વધારો થતો રહ્યો તો એ દિવસ દૂર નથી કેCNG અને ડીઝલના ભાગમાં કોઈ ફરક હોય. નવા મહિનાની શરુઆતમાં જ ભાવમાં વધારો થતા CNG ઉપયોગ કરતા વાહનચાલકોની ચિંતામાં વધારો થયો છે, જે ભાવ અગાઉ ૮૨.૫૯ રૂપિયા હતો તેમાં ૧.૩૧ રૂપિયાનો વધારો થતાં તે વધીને ૮૩.૯૦ રૂપિયા થઈ ગયો છે. જેની સામે અમદાવાદમાં ૯૨.૧૫ રૂપિયા થઈ ગયો છે. CNG ભાવમાં અગાઉ સતત ઉછાળો થતાં રિક્ષાચાલકો અકળાયા હતા અને આંદોલન બાદ સરકારે મિનિમમ ભાડામાં વધારો કરી આપ્યો હતો. જેની સામે રિક્ષાચાલકો દ્વારા હવે ૨૦૨૩ સુધી ભાવ વધારો માગવામાં નહીં આવે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. અમદાવાદમાં માર્ચ મહિનામાં CNG ભાવમાં ત્રણ વખત વધારો ઝીંકાયો હતો. એટલે કે એક જ મહિનામાં કુલ ૪.૫૦ રૂપિયા વધારો થયો હતો. આ પછી એપ્રિલ મહિનામાં પણણ મોટો વધારો નોંદાયો હતો. આમ માર્ચ અને એપ્રિલ મળીને CNG ભાવમાં કુલ ૧૨ રૂપિયાનો વધારો થયો હતો. એક તરફ ડીઝલ અને પેટ્રોલના બદલે ઈલેક્ટ્રીક કારનો ઓપ્શન મળી રહ્યો છે ત્યારે મધ્યમ વર્ગના લોકો CNG પર પસંદગી ઉતારીને ખર્ચમાં ઘટાડો કરવા ઈચ્છે છે ત્યારે ઝ્રદ્ગય્ના ભાવમાં સતત વધારો થતા ગ્રાહકો મુંઝવણમાં મુકાઈ રહ્યા છે.

Previous articleસ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ
Next articleભારતનો વિકાસ દર સૌથી ઝડપી રહી શકે છે, ચીન પણ પાછળ રહેશે : વિશ્વ બેન્કનો રિપોર્ટ