ટી૨૦માં સુકાની તરીકે ૧૦૦૦ રન પૂરો કરનારો રોહિત ત્રીજો ભારતીય

4

સાઉથ્મ્પટન, તા.૯
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ટી૨૦ ઈન્ટરનેશનલમેચમાં જબરદસ્ત કમબેક કર્યું અને ટીમ ઈન્ડિયાનેજીત અપાવી. આ જ મેચમાં તેણે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. તેણે ૧૬ બોલમાં ૨૪ રન કર્યા હતા. તેણે આ ઈનિંગ્સમાં પાંચ ફોર પણ મારી હતી. આ સાથે રોહિત શર્માં ટી૨૦ ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે પોતાના ૧ હજાર રન પૂરા કરી લીધા છે. આ ફોર્મેટમાં કેપ્ટનશિપ કરતાં રોહિત ૧ હજાર રન બનાવનારોત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. તો કેપ્ટન તરીકે રોહિત શર્માએ વિરાટ કોહલી અને એમએસ ધોનીને પાછળ છોડતાં સૌથી ઓછી ઈનિંગ્સમાં આ આંકડો હાંસલ કર્યો છે, જ્યારે દુનિયાનો તે ૧૦મો તેવો કેપ્ટન છે જેણે આ ઉપલબ્ધિ મેળવી છે. રોહિત શર્મા આ ઈનિંગ્સમાં સૌથી ઝડપથી એક હજાર રન બનાવનારો ભારતીય કેપ્ટન બન્યો છે. આ મામલે તેણે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે. તેણે ૩૦ ઈનિંગ્સમાં ૧ હજાર રન બનાવ્યા હતા, પરંતુ રોહિત શર્માએ ૨૯ ઈનિંગ્સમાં આ કારનામું કરી બતાવ્યું છે. એમએસ ધોનીએ કેપ્ટન તરીકે આ ફોર્મેટમાં ૭૨ મેચમાં ૧૧૧૨ રન બનાવ્યા હતા. રોહિત શર્મા ટી૨૦ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના સૌથી સફળ બેટ્‌સમેનમાંથી એક છે. અત્યારસુધીમાં તે ટીમ માટે ૧૨૫ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે, જેમા તેના નામ પર ૩૩૧૩ રન છે. રોહિત શર્મા ટી૨૦ ક્રિકેટમાં ૪ સદી અને ૨૬ અડધી સદી મારી ચૂક્યો છે. ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૪ સદી મારનારો તે એકલો બેટ્‌સમેન છે. ઈંગ્લેન્ડ ટુર પર ગયેલો રોહિત શર્મા પાંચમી ટેસ્ટની ઠીક પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. જેના કારણે તે ટીમ ઈન્ડિયા માટે રમી શક્યો નહોતો, તે મેચમાં ભારતે ૭ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમને ત્રણ ટી૨૦ મેચોની સીરિઝ પણ રમવાની છે. સીરિઝની પહેલી મેચ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડ સામેની સીરીઝની બીજી મેચ ૯ જુલાઈના રોજ બર્મિંઘમમાં રમાશે, જ્યારે ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચ ૧૦ જુલાઈએ નોરિંઘમમાં છે. ટી૨૦ સીરિઝ બાદ બંને ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની સીરિઝ પણ રમવામાં આવશે.