ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથે પોતાનું આલિશાન ઘર વેચ્યુ

7

મુંબઇ,તા૧૧
સ્ટીવ સ્મિથ દુનિયાના સૌથી ખતરનાક બેટ્‌સમેન્સમાં શામેલ છે, તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઓસ્ટ્રેલીયાના સ્ટીવ સ્મિથે સિડનીમાં કિંગ્સ રોડ પરનું પોતાનું ઘર વેચ્યું છે, તેનાથી સ્મિથને બે ગણો નફો થયો છે. સ્ટીવ સ્મિથ વિસ્ફોટક બેટિંગ માટે ફેમસ છે, ક્રિકેટર્સ પોતાની નેશનલ ટીમ અને દુનિયાની લીગ્સ રમીને પૈસાની કમાણી કરે છે, પછી તેઓ પોતાની મહેનતની કમાણીનો ઉપયોગ અનેક વસ્તુઓમાં રોકાણ કરવા માટે કરે છે.ઇનસાઇડ રિપોર્ટ્‌સના રિપોર્ટ અનુસાર, કિંગ્સ રોડ સ્થિત ઘરને સ્ટીવ સ્મિથ અને તેની પત્ની ડેની વિલિસે વર્ષ ૨૦૨૦માં ૩૫ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું, આ ઘરનું ઈન્ટીરિયર ખૂબ જ સુંદર હતું. તેમજ, આ રહેવા માટે એક સુરક્ષિત સ્થાન છે, ચાર બેડરૂમ, ત્રણ બાથરૂમના આ ઘરની ખરીદી કરવા માટે ૪ પાર્ટીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.૭૬૬ સ્ક્વેર મીટરમાં બનેલા આ આલિશાન ઘર અનેક શાનદાર સુવિધાઓથી સજ્જ છે. એક સિનેમા હોલ, હિટેડ પૂલ જેવી અનેક સુવિધાઓ છે. આ ઘરના રીપેરીંગમાં સ્ટીવ સ્મિથે અને તેની પત્નીએ અંદાજે ૫૬૦ હજાર ડોલર ખર્ચ કર્યા હતા, આ જ કારણે આ આલિશાન ઘરની બોલી ૧૧.૫ મિલિયન ડોલરથી શરૂ થઇ હતી.સ્ટીવ સ્મિથનું ઘર ખૂબ જ શાનદાર લોકેશન પર છે, આમાં જિમ, મોટો હોલ અને બહાર બેસવા માટે સારી વ્યવસ્થા છે. તેમજ, ખિડકીની બહાર અહીંયાથી સારો નજારો જોવા મળે છે. સ્ટીવ સ્મિથે પોતાના આ ઘરને ૬૫ કરોડ રૂપિયામાં વેચ્યું હતું, જેથી તેને અંદાજે ૩૦ કરોડ રૂપિયાનો નફો થયો. સ્ટીવ સ્મિથ લાંબા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે, તેના બેટથી રન નથી નીકળી રહ્યા, આ સમયે તે ઓસ્ટ્રેલીયા ટીમની સાથે શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં ઓસ્ટ્રેલીયાએ પહેલી ટેસ્ટ મેચ ૧૦ વિકેટથી ધમાકેદાર અંદાજમાં જીતી. સ્ટીવ સ્મિથ પહેલા મેચમાં માત્ર ૧૦ જ રન બનાવી શક્યો.

Previous articleએરપોર્ટ પર પતિને જોઈને આલિયા ખુશીથી ભેટી પડી
Next articleબુલેટ ટ્રેનમાં પંકચર?? (બખડ જંતર)