અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને કરી રહી છે ડેટ

2

મુંબઈ,તા.૧૨
એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સના બ્રેકઅપ, પેચઅપ અને ડેટિંગ વિશે ગણગણાટ થતો રહે છે. આશરે ત્રણ મહિના પહેલા અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરનું બ્રેકઅપ થયું હોવાની ખબર હતી. હવે, લેટેસ્ટ માહિતી પ્રમાણે અનન્યા અને આદિત્ય રોય કપૂર એકબીજાની ક્લોઝ આવ્યા છે. સૂત્રોના જમાવ્યા પ્રમાણે, અનન્યા અને આદિત્ય વચ્ચેનું આકર્ષણ તાજેતરની જ વાત છે. અથવા બંને ઘણા સમયથી આ વાતને છુપાવીને રાખી છે? અને ખબરી થોડી મોડી માહિતી લઈને આવ્યા છે? જે પણ હોય, અમારું સહયોગી ઈટાઈમ્સ તમારા માટે આ એક્સક્લુઝિવ માહિતી લઈને આવ્યું છે. અનન્યાએ આશરે ત્રણ વર્ષ સુધી એક્ટર અને શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન સાથે ડેટિંગ કર્યું હતું. ૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ’ખાલી પીલી’ના સેટ પર પહેલા જ દિવસથી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આશરે એપ્રિલ, ૨૦૨૨માં અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરે પરસ્પર સમજૂથી બ્રેકઅપ કરી લીધું હતું. ત્યારબાદ બંને કરણ જોહરના ૫૦મા બર્થ ડે પર યોજાયેલી પાર્ટીમાં મળ્યા હતા. જો કેસ બંનેએ આ દરમિયાન એકબીજાને હાય-હલ્લો કર્યું હતું અને જરાય પણ અનકમ્ફર્ટેબલ જણાતા નહોતા. અનન્યા અને આદિત્ય વચ્ચે પાંગરેલી નવી મિત્રતાની વાત કરીએ તો, હજી સુધી બંને જાહેરમાં એકવાર પણ સાથે દેખાયા નથી. આશ્ચર્ય એ વાતનું છે કે, અનન્યા અને આદિત્ય આ વિશે ચૂપ કેમ છે. જો તેમની વચ્ચે મિત્રતા છે, તો તેમણે હવે આ વિશે જાહેરમાં વાત કરવી જોઈએ. જો તે પ્રેમ છે, તો તેમના માટે શરૂઆતના દિવસો છે? તે મિત્રતા હોઈ શકે છે અને પ્રેમ પણ. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, આદિત્ય રોય કપૂર છેલ્લે ફિલ્મ ’રાષ્ટ્ર કવચઃ ઓમ’માં જોવા મળ્યો હતો. બોક્સઓફિસ પર ફિલ્મ ચાલી નહીં પરંતુ એક્ટરના એક્શન સીનના ખૂબ વખાણ થયાં. આ ફિલ્મમાં તેની સાથે આશુતોષ રાણા, જેકી શ્રોફ અને સંજના સાંઘી જેવા કલાકારો પણ હતા. તે ખૂબ જલ્દી સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મમાં ક્રીતિ સેનન સાથે રોમાન્સ કરતો જોવા મળશે તેવા રિપોર્ટ્‌સ છે. બીજી તરફ, અનન્યા પાંડે છેલ્લે દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા સાથે ’ગહેરાઈયાં’માં જોવા મળી હતી. હાલ, તે સાઉથસ્ટાર વિજય દેવરકોંડા સાથે ફિલ્મ ’લાઈગર’ના શૂટિંગમાં વ્યસ્ત છે.