સોનગઢના પાલડી ગામે મજુર પર સ્લેબનો પોપડો પડતા મોત

11

મકાનના સ્લેબના ટેકા કાઢવા જતા મજુરને મળ્યું મોત
સિહોર તાલુકાના સોનગઢ તાબેના પાલડી ગામે ચાલતા મકાનના કામના સ્લેબના ટેકા કાઢવા સમયે સ્લેબનો પોપડો પડતા મજુરને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. ઘટના બનતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢના પાલડી ગામે રહેતા વિમલભાઇ નામના વ્યક્તિના મકાનમાં કામ ચાલતું હતું અને સ્લેબ ભરાયો હતો બાદ ભરતભાઇ માધાભાઇ ગોહિલ (ઉ.વ.૪૦) નામના વ્યક્તિ સ્લેબના સેન્ટીંગ કામ બાદ ટેકા કાઢવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતે સ્લેબનો પોપડો તેમના માથે પડતા ગંભીર ઇજા થયેલ. જેમને ૧૦૮ મારફત ગંભીર હાલતે સિહોર સી.એચ.સી.માં લઇ જવાતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યાં હતાં. આ બનાવ અંગે ભારે ચકચાર મચી જવા પામી છે.