પશ્ચિમી સેક્ટરમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવવા ભારત અને ચીન સમંત

4

બંને પક્ષ નિકટ સંપર્કમાં રહેવા અને સૈન્ય તેમજ રાજદ્વારી સંપર્કના માધ્યમથી વાતચીત કરવા સંમત થયા હતા
નવી દિલ્હી , તા.૧૯
ભારત અને ચીન વચ્ચેની મંત્રણાનો ૧૬મો રાઉન્ડ સમાપ્ત થયો છે. બંને દેશો વચ્ચે આ વાતચીત ભારતીય ક્ષેત્રમાં ચુશુલ-મોલ્ડોમાં ચાલી રહી હતી. ભારત અને ચીન વચ્ચે ૧૬મી રાઉન્ડની બેઠક સવારે ૯.૩૦ વાગ્યાથી ચાલી રહી હતી. જે રાત્રે ૧૦ વાગ્યે પૂરી થઈ હતી. આ છેલ્લી બેઠકમાં પ્રગતિના આધારે બંને પક્ષોએ પશ્ચિમી વિસ્તારમાં બેઠક કરી. બાકીના મુદ્દા પર ટૂંક સમયમાં સમાધાન માટે કામ કરવા રાજ્યના નેતાઓ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને ધ્યાનમાં રાખતા આ વિશે વિચારોનુ સ્પષ્ટ અને ઊંડુ આદાન-પ્રદાન કર્યુ. બેઠક બાદ જારી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ બેઠક દરમિયાન બંને પક્ષ પશ્ચિમી સેક્ટરમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા સંમત થયા છે. બંને પક્ષ નિકટ સંપર્કમાં રહેવા અને સૈન્ય તેમજ રાજદ્વારી સંપર્કના માધ્યમથી વાતચીત કરવા અને ટૂંક સમયમાં બાકી મુદ્દાઓની પારસ્પરિક રીતે સ્વીકાર્ય સમાધાન પર કામ કરવા પર સંમત થયા છે.બંને પક્ષોએ પૂર્વી લદ્દાખમાં એલએસી સાથે જોડાયેલા મુદ્દાની સકારાત્મક રીતથી સમાધાન માટે ચર્ચા ચાલુ રાખી. બંને પક્ષો વચ્ચે ઊંડાણપૂર્વક વિચારોનુ આદાન-પ્રદાન થયુ. બેઠકમાં બંને પક્ષોએ ફરીથી એ વાતની પુષ્ટિ કરી કે બાકીના મુદ્દાઓના સમાધાનથી પૂર્વી લદ્દાખમાં એલએસી નજીક શાંતિ અને સ્થિરતા પુનઃ સ્થાપિત કરવામાં મદદ મળશે. જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા માટે બંને પક્ષ સંમત થયા.